સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th May 2018

ભાવનગરના વીઝા એજન્ટ કૃણાલ પટેલના કારનામાઃ વર્ક પરમિટ બહાને લાખો કટકટાવ્યા

વડોદરા તા.રપ : કેનેેડામાં વર્ક પરમિટ અપાવવાને બહાને બે યુવકો પાસે ભાવનગરના વિઝા એજન્ટે બે યુવકો પાસે રૂ.રર.૩૯ લાખ પડાવી લેતા ગોત્ર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઇ છે.

માંજલપુરની દરબાર ચોકડી પાસે ગેલેકસી સોસાયટીમાંં રહેતા અને ખાનગી ફાયનાન્સ કંપનીમાં એકિઝકયુટિવ તરીકે ફરજ બજાવતા કિરણ વિજયસિંહ મોહિતેએ પોલીસને જણાવ્યું છે કે, માર્ચ - ર૦૧૭માં નવસારીના પરિચિત પરેશ કિશોર રાવ મારફતે મુળ વડોદરાના ભાયલીના વતની મેહુલ ઉર્ફે કૃનાલ ભુપેન્દ્રભાઇ પટેલ (હાલ રહે. ગોકુલધામ સોસાયટી, ભાવનગર)ના સંપર્કમાં આવ્યો હતો. મેહુલે અલ્કાપુરીની વેલકમ હોટલમાં મીટીંગ કરી કેનેડાના વર્ક પરમીટ માટે રૂ.૧પ લાખનો ખર્ચ થશે તેમ કહેતા કિરણે ટુકડે ટુકડે કુલ રૂ.પ.૩૯ લાખ ચુકવ્યા હતા. તેણે ત્રણ મહિનામાં વીઝા મળી જશે તેવી ખાતરી આપી હતી. પરંતુ આજ સુધી વિઝા મળ્યા નથી.

તપાસ કરતા મારી સાથે રોનક કનુભાઇ પટેલ (રહે. નંદનવન સોસ. સમા) પાસે પણ આજ રીતે કેનેડા માટે રૂ.૧૭ લાખ લીધા હોવાની વિગતો મળી હતી. બીજા પણ અનેક યુવકો તેની જાળમાં ફસાયા હોવાની શંકા સેવાઇ રહી છે.

(3:52 pm IST)