કચ્છના ભચાઉમાં પોલીસે પીછો કરતા વિદેશી દારૂ ભરેલ ટ્રક પલ્ટી ખાઈ ગયો :રસ્તામાં દારૂની રેલમછેલ
ચોપડવા નજીક ટ્રક પલ્ટી જતા દારૂના બોક્સ અને થેલીઓ ઢોળાઈ ગઈ
ભચાઉમાં પોલીસે પીછો કરતા દારૂ ભરેલી ટ્રક પલ્ટી ખાઈ જતા રસ્તામાં દારૂની રેલમછેલ જોવાઈ હતી આ અંગે જાણવા મળતી વિગત મુજબ ભચાઉમાં આજે પોલીસને માહિતી મળી હતી કે એક ટ્રકમાં વિદેશ દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે પીછો કરતા ટ્રક રસ્તા પર જ પલટી ગયો હતો અને દારૂની રેલમછેલ થઈ હતી
વધુમાં જાણવા મળતી વિગત મુજબ ભચાઉના ચોપડવા નજીક ટ્રક રસ્તા પર જ પલટી ગયો હતો. દારૂ ભરેલો ટ્રક રસ્તા પર પલટી જવાને કારણે રસ્તા પર જ દારૂને રેલમછેલ જોવા મળી હતી. ટ્રક રસ્તા પર પલટી ગયા બાદ તેમાં રહેલા દારૂના બોક્સ અને થેલીઓ રસ્તા પર પડી હતી. ટ્રક પલટી જવાને કારણે હોટલો બોક્સમાંથી નીકળીને રસ્તા પર પડી હતી. બાદમાં પોલીસે રસ્તા પર ઢોળાયેલી બોટલોને એકઠી કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.