News of Friday, 25th May 2018
અહિથી કેમ નીકળ્યો? કહી થાનમાં હિમત ચાવડા પર પાઇપથી હુમલો
રમેશ, દિપક અને ચિરાગ પરમારે ધબધબાટી બોલાવી
રાજકોટ તા. ૨૫: થાનગઢના આંબેડકરનગર નવા વાસમાં રહેતાં હિમત દેવજીભાઇ ચાવડા (ઉ.૨૨) નામના ચમાર યુવાન પર જુના વાસમાં રમેશ અરજણભાઇ પરમાર, ચિરાગ રમેશભાઇ અને દિપક અરજણભાઇએ પાઇપથી હુમલો કરી માથા-વાંસામાં ઇજા કરતાં થાન સારવાર લઇ રાજકોટ સિવિલમાં દાખલ થયો છે.
હિમત કારખાનામાં મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેના કહેવા મુજબ પોતે સાંજે સાડા સાતેક વાગ્યે બાઇક હંકારી સગાના ઘરે જવા માટે જુના વાસમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે રમેશ સહિતનાએ અટકાવી તું અહિથી કેમ નીકળ્યો? તેમ કહી ઝઘડો કરી હુમલો કર્યો હતો.
હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે થાન પોલીસને જાણ કરી હતી.
(12:01 pm IST)