સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th April 2019

કેશોદનાં તુવેરકાંડમાં આરોપીઓની ધરપકડ માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન

વેપારીઓ અને ખેડૂતોના નિવેદનો લેવાયા : તુવેર પ્રકરણની તપાસ માટે સરકારનો આદેશઃ સરકાર કક્ષાએથી પુરવઠા નિગમના એમ.ડી. મનીષ ભારદ્વાજને તપાસ સુપ્રત

તુવેરદાળ કોૈભાંડમાં કેશોદ પોલિસ સ્ટેશનમાં ફશ્રીયાદ નોંધાવી રહેલ પુરવાઠા વિજીલન્સ અધિકારી (તસ્વીરમાં નજરે પડે છે (તસ્વીર કિશોરભાઇ દેવાણી કેશોદ)

 

 જૂનાગઢ તા.રપઃ કેશોદનાં રૂ. ૨૯.૬૫ લાખનાં તુવેરકાંડમાં પોલીસે તપાસ શરૂ કરીને વેપારીઓ અને ખેડૂતોનાં નિવેદનો લેવાનું શરૂ કર્યું છે.

કેશોદ યાર્ડ ખાતે પુરવઠા નિગમ હેઠળ ટેકાના ભાગે તુવેરની ખરીદીનું કેન્દ્ર કોન્ટ્રકટર મારફતે શરૂ કરવામં આવેલ.

જેમાં ૫૦૪૭૫ કટા તુવેર ખરીદવામાં આવેલ પરંતુ રૂ. ૨૯.૬૫ લાખની કિંમતની ૧૦૪૫ કટા તુવેર હલકી ગુણવતાની હોવાનો ગઇકાલે ભાંડાફોડ થયો હતો.

જેનાં પગલે પુરવઠા નિગમે તાત્કાલિક કેશોદ યાર્ડમાં તપાસ કરી છે. તુવેરનો જથ્થો સીઝ કર્યો હતો અને રાત્રે જ અધિકારી નાથાભાઇ ખીમાભાઇ મોરીએ ૭ શખ્સો સામે પોલીસ ફરિયાદ કરી હતી.

જેમાં ખરીદી ઇન્ચાર્જ જે.બી. દેસાઇ, ગ્રેડર મુકાદમ ફેજલ સબીર મુંગલ, કેશોદનો મુકાદમ મજુર જયેશ લખમણ ભારથી, દાત્રાણાનો હિતેશ હશુ મકવાણા, ભરત પરસોતમ વઘાસિયા અને કિશાન સંઘનો પ્રમુખ માણેકવાડાનો કાના વિરડા વિરૂદ્ધ પોલીસેે વિશ્વાસઘાત તેમજ અન્ય કલમો મુજબ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ફરિયાદનાં પગલે કેશોદનાં પી.આઇ. ડી.જે. ઝાલાએ તુરંત જ તપાસ શરૂ કરી દીધી હતી. આજે સવારથી જ પોલીસે કેશોદ યાર્ડના વેપારીઓ અને ખેડૂતોનાં નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓની ધરપકડ માટેનાં ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા હોવાનું પો.ઇન્સ. શ્રી ઝાલાએ જણાવ્યું હતુ

 કોૈભાંડ કરનારા સામે કડક કાર્યવાહી કોઇને છોડીશું નહીઃ જહાંગીર બ્લોચ

કેશોદ તા ૨૫ :  પાસ તથા ખેડુત હિતરક્ષક સમિતિ દ્વારા કેશોદ માર્કેટીંગ યાર્ડ ખાતે સરકારે રિઝેક થયેલા માલમાં ચારણો મારી સારો માલ તારવવાની કોશિષ કરવામાં આવતી હોવાનું મસમોટુ કોૈભાંડ બહાર આવ્યું છે, ત્યારે આ કોૈભાંડ બહાર આવતા સરકારી તંત્ર હરકતમાં આવી ગયુ હતું અને આ અંગે નિગમના  જવાબદાર અધિકારીઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જીલ્લા પુરવઠા અધિકારી માોરી તથા પુરવઠા નિગમના અધિકારી જહાંગીર બ્લોચે આ બાબતે જણાવ્યું હતું કે કોંભાંડ કરનારા સામે કડક કાર્યવાહી થશે, તેમાં કોઇ પણ હશે તેને અમો છોડીશું નહીં તેમ અંતમાં જણાવ્યું હતું. અધિકારોઓ દ્વારા પોલિસ ફરીયાદ કરાઇ છે.

(3:55 pm IST)