સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th April 2019

જસદણના બાખલવડ ગામે અજાણી વૃધ્ધાની લાશ મળીઃ વાલી વારસની શોધ

જસદણ તા. રપઃ જસદણના બાખલવડ ગામેથી અજાણી વૃધ્ધાની લાશ મળતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જસદણ તાલુકાના બાખલવડ ગામે સીમ વિસ્તારમાંથી અંદાજે ૭૦ વર્ષની અજાણી મહિલા વૃદ્ધાની બે દિવસ પૂર્વે લાશ મળી છે આ મહિલાએ પીળા કલરમાં ચણીયો તથા દુધિયા કલરનો બ્લાઉઝ પહેર્યો છે. સફેદ વાળ છે તેમજ પાતળો બાંધો છે આ મહિલાના કોઇ વાલી વારસો હોય તો તેમણે જસદણ પોલીસ સ્ટેશનમાં ફોન નંબર ૦ર૮ર૧-રર૦૦૩૩ ઉપર જાણ કરવા જસદણ પોલીસે જણાવ્યું છે.

આ વૃધ્ધાનું 'લૂ' ના કારણે મોત નીપજયાનું પોલીસનું પ્રાથમીક તારણ છે જ ો કે, મોતનું સાચું કારણ જાણવા લાશને પી.એમ. માટે રાજકોટ મેડીકલ હોસ્પીટલમાં ખસેડાયેલ છે.

(11:55 am IST)