સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th April 2019

નેશનલ ઇન્ટેલીજન બ્યુરો ના હોદાનો ખોટો ઉપયોગ કરનાર બે શખ્સોને પકડી પાડતી જામનગર એલ.સી.બી. પોલીસ

જામનગર, જામનગરના પોલીસ અધિક્ષક શરદ સિંધલના ઓની સુચના મુજબ જામનગર એલ.સી.બી. પો.ઇન્સ. આર.એ. ડોડીયા તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો લોકસભાની ચુંટણી શાંતિપૂર્ણ રીતે પુરી થાય અને કાયદો અને વ્યવસ્થાની  જાળવણી થાય તે માટે એલ.સી.બી.ની અલગ અલગ ટીમો કાર્યરત રહી કાયદો અને વ્યવસ્થા જાળવેલ.

ગઇ તા. રર/૦૪/ર૦૧૯ ના રોજ જામનગર જીલ્લા કલેકટરની ઓફીસએ રાષ્ટ્રીય ખુફિયા બ્યુરોના અધિકારી હોવાની ઓળખ આપી લોકસભા ચૂ઼ટણી દરમ્યાન મતદાન મથકમા પ્રવેશવા અંગેના પાસ મેળવવા માટે આવી, પોતાની ઓળખ રાજય સેવક/સરકારી અધિકારી હોવાનું જણાવતા જે ઇસમો શંકાસ્પદ હોવાનુ એલ.સી.બી.ને જાણ થયેલ હોય જેથી એલ.સી.બી. ના પો.સબ ઇન્સ. કે.કે. ગોહિલએ આરોપી રક્ષિતકુમાર મનહરલાલ શેઠ, રહે. સ્નેહદિપ એપાર્ટમેન્ટ, પેલેસ રોડ, જામનગર, આશિષભાઇ ભરતકુમાર દોશી રહે. અર્પણ રેસીડન્સી પટેલ કોલોની જામનગર વાળાને પુછપરછ કરવામા આવેલ અને તેઓના કબ્જામાં થી ચીફ ઇન્વેસ્ટીગેશન ઓફીસર ગુજરાત સ્ટેટ નેશનલ ઇન્ટેલીજન્સ બ્યુરો નામનુ આઇકાર્ડ તથા હોદાનો સિકકો તથા અલગ અલગ પ્રેસ જેમાં દિલ્હી સુખીયા, કિ.લાઇન ટાઇમ્સ, યુનિટી ઓફ પ્રેસ, ગુજરાત જર્નાલીસ્ટ યુનીયન, પ્રેસ સંઘર્ષ જર્નાલીસ્ટ, પત્રકાર સંઘર્ષ સમીતી, ભારતીય પ્રેસ મીડીયા સંઘ, ગુજરાતી વિકલી ફર્જ, હયુમન રાઇટસ ઓલ ઇન્ડિયા હયુમન રાઇટસ, ઉપભોકતા ઇવમ પ્રેસના ઓળખ કાર્ડ વિગેરે મળી આવતા કબજે કરી મજકુર બંને ઇસમો વિરૂદ્ધ પોલીસ સબ ઇન્સ. કે.કે.ગોહિલએ કાયદેસર કાર્યવાહી કરી ધરપકડ કરેલ છે.

આ બંને ઇસમોએ સરકારી અધિકારી તરીકે ખોટી ઓળખ આપી કોઇ વ્યકિત સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરેલ હોય, તો તેવી વ્યકિતએ પોલીસનો સંપર્ક કરવા જાણ કરવામા આવે છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. આર.એ.ડોડીયાની સૂચનાથી પો.સ.ઇ, કે.કે. ગોહીલ, આર.બી. ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, હીરેનભાઇ વરણવા, દિલીપ તલવાડીયા, ફીરોજભાઇ દલ, ખીમભાઇ ભોચીયા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, પ્રતાપભાઇ ખાચર, નિર્મળસિંહ બી. જાડેજા, મીતેશભાઇ પટેલ, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, નિર્મળસિંહ એસ. જાડેજા, લક્ષ્મણભાઇ ભાટીયા, દિનેશભાઇ ગોહિલ, સુરેશ માલકિયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા તથા અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(12:03 am IST)