સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th March 2019

મોરબીમાં બાર એસોસિયેશન ના અન્ય સભ્યોને હાજર રાખવામાં આવતા ન હોવાથી ઉપપ્રમુખ પદેથીટી.બી. દોશી નુ રાજીનામુ

મોરબી ::વકીલ મંડળની થયેલ ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્ય ટી.બી.દોષીએ મોરબી વકીલ મંડળના પ્રમુખને કારણો સહિત રાજીનામું લેખિત આપેલ જેમાં લખેલ કે,મોરબી વકીલ મંડળના દરેક પ્રસંગોમાં બારના સભ્ય જે.આર.જાડેજા તથા ગોપાલ ઓઝા એડવોકેટને જ હાજર રાખવામાં આવે છે. અને અન્ય સભ્યોને હાજર રાખવામાં આવતા નથી કે કોઈપણ જાતની જાણ કરવામાં આવતી નથી . જેથી હું આ ઉપપ્રમુખના હોદામાંથી રાજીનામું આપું છું.

 આ બાબતે મોરબી વકીલ મંડળના પ્રમુખ આદ્રોજા કારોબારીની મીટીંગ બોલાવી આ રાજીનામું મંજુર કરેલ અને મિટિંગમાં ઉપપ્રમુખ સામે આક્ષેપો કરી કહેલ કે એક વકીલ તેમજ એક અન્ય નાગરિકને ન શોભે  તેવા અપશબ્દો બોલી સેક્રેટરી સાથે ગેરવર્તન કરેલ છે અને ટી.બી.દોષી ૨૦ વર્ષ જેટલા વકીલાતનો અનુભવ ધરાવતા હોવા છતાં પ્રમુખ તથા સેક્રેટરી સાથે અશોભનીય વાણી અને વર્તન કરી રાજીનામું સ્વીકારવા દબાણ કરાતું હોય જેથી તેઓનું રાજીનામું મંજુર કરેલ.

 ઉપરોકત બાબતે સમગ્ર વકીલ મંડળમાં ચકચાર જગાવેલ છે કે હવે આ હોદાનું શુ થશે ચૂંટણી આવશે કે નહીં ટી.બી.દોષી સિનિયર વકીલ હોવા છતાં કેમ રાજીનામું આપી દીધેલ તેમજ ટી.બી.દોષી વકીલ મંડળમાં સારી છાપ ધરાવે છે કોઈ સાથે અશોભનીય વર્તન કરે તેમ નથી,કોઈ સામે આક્ષેપ કરે તેમ નથી,હંમેશા વકીલ મંડળના હિતમાં કાર્ય કરતા આવેલ છે છતાં પણ તેમણે શા માટે ઓચિંતું રાજીનામું આપવું પડ્યું વિગેરે ચર્ચાઓ ખુબજ જોર પકડ્યું છે.

(12:49 pm IST)