સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th March 2019

માણાવદરના બુટલેગરને પાસા હેઠળ ધરપકડ કરતી બાટવા પોલીસ

જુનાગઢ તા.૨૫: માણાવદરના દિપુદેવાભાઇ પરમાર પ્રોહી બુટલેગરને પાસા કાયદાહેઠળ બાંટવા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક એસ.જી.ત્રિવેદી તેમજ જુનાગઢ જીલ્લા  પોલીસ અધિક્ષક સૌરભ સિંઘની સુચના તેમજ કેશોદ ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષક જે.બી.ગઢવીના સીધા માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રોહીબિશનની બદી નેસ્ત નાબુદ કરવા તેમજ કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવી રાખવા સારૂ પ્રોહીબિશનની પ્રવૃતિ સાથે સંકડાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા તથા તડીપાર જેવરા અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જે આધારે પ્રોહી બુટલેગર દિપુ દેવાભાઇ પરમાર જાતે મેર ઉ.વ.૨૩ રહે.માણાવદર ઠે.રઘુવીરપરા મેર સમાજની બાજુમાં તા.માણાવદર જી.જુનાગઢ વાળા વિરૂધ્ધ પાસા કરી શ્રી પોલીસ અધિક્ષક સાહેબ મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા તેઓએ જુનાગઢ દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃતિની ગંભીરતા સમજી ત્વરીત પાસા વોરંટ ઇસ્યુકરેલ કરતા પ્રોહી બુટલેગર દિપુ દેવાભાઇ પરમાર જાતે મેર (ઉ.વ.૨૩-રહે.માણાવદર ઠે.રઘુવીરપરા)મેર સમાજની બાજુમાં તા.માણાવદર જી.જુનાગઢ વાળાની ગણતરીની કલાકોમાં અટકાયત કરી સેન્ટ્રલ જેલ લાજપોર સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે. આ કામગીરીમાં અમો એ.કે.પરમાર પો.સબ.ઇન્સ. તથા પો.હેડ. કોન્સ. કાનાભાઇ કાળાભાઇ મકવાણા તથા પો.હેડ કોન્સ.નિલેશભાઇ નાથાભાઇ ડાંગર તથા પો.કોન્સ. યોગેશભાઇ ભીખુભાઇ મહેતા તથા પો.કોન્સ.સંજયભાઇ જીણાભાઇ ગલતથા પો.કોન્સ. પ્રકાશભાઇ રાજાભાઇ ચાવડા તથા પો.કોન્સ. ડાયાભાઇ કરમણભાઇ ભીંટ તથા ડ્રા.પો.કોન્સ.ગોપાલભાઇ હીરાભાઇ કીંદરખેડીયા વિગેરે સ્ટાફના માણસોએ કરેલ છે.

(11:51 am IST)