સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th March 2019

દ્વારકા મંદિર નજીક મહિલાના ગળામાંથી ચાર તોલા સોનાનો ચેન શેરવી લેવાયો

ખંભાલીયા તા. રપઃ દ્વારકા મંદિર પાસે ગત તા. ર૦ના રોજ દ્વારકા ખાતે દર્શન કરવા આવેલા ભીખાભાઇ મેરાભાઇ લોઢા તથા તેમના પત્ની ગીતાબેન રહે. કપડવંજ, આર્શિવાદ સોસાયટી બી-ર૪ નાની રત્નાગર માતા રોડ, જિ. ખેડા મંદિર વિસ્તારમાં ફરી રહ્યા હોય તે સમયે બે અજાણી મહિલાએ ફરીયાદીના પત્નીના ગળામાં રહેલા સોનાનો ચેઇન ચાર તોલા કિ. રૂા. ૧,૦૦,૦૦૦નો શેરવી લેતા દ્વારકા પોલીસ મથકમાં બે શકમંદ મહિલા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

રાવલમાં સગીરાએ વખ ઘોળ્યું

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા અરજણભાઇ વેજાણંદભાઇ જાદવની સગીર વયની પુત્રી કિરણબેન (ઉ.વ. ૧૬) ની કોઇ અગમ્ય કારણ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે જી.જી. હોસ્પીટલ જામનગર ખાતે લઇ જવામાં આવી હતી જયાં તેમનું મોત નિપજયું હતું.

(11:41 am IST)