જામકંડોરણાનાં કાનાવડાળામાં એક સાથે દવા પી લેતા સાસુનું મોતઃ વહુ સારવારમાં
ધોરાજી તા.રપઃ જામકંડોરણા તાલુકાનાં કાનાવડાળામાં કોઇ કારણસર સાસુ અને વહુએ એક સાથે ઝેરી દવા પી લેતા સાસુનું મોત નિપજયું હતું જયારે વહુને સારવારમાં ખસેડેલ છે.પ્રાપ્ત માહિતી મુજબ જામકંડોરણાના કાનાવડાળા ગામે રહેતા (હંસાબા બટુકસિંહ જાડેજા (ઉ.વ.૫૨) તેમજ તેમના દિપાલીબા શકિતસિંહ જાડેજા (ઉ.વ.૨૭) વાળા બન્ને સાસુ-વહુએ એકીસાથે ઝેરી દવા પીધેલ હાલતમાં જામકંડોરણા સરકારી દવાખાને સારવારમાં ખસેડેલ છે.
ફરજ પરના ડોકટરશ્રીએ સારવાર આપી વધુ સારવાર માટે રીફર કરેલ અને ગોંડલ ખાતે સારવાર દરમ્યાન હંસાબા બટુકસિંહ જાડેજા ઉ.વ.૫૨નું સારવાર દરમ્યાન કરૂણ મોત થયેલ જયારે દિપાલીબા સારવાર હેઠળ છે. આ બનાવ અંગે જામકંડોરણાના પીએસઆઇ વી.બી. ચૌહાણએ તપાસ હાથ ધરી છે. એમ જામકંડોરણાના પોલીસ મથકના પીએસઓએ જણાવ્યું હતું. (૧.૮)