સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th March 2019

ધોરાજીમાં કોંગ્રેસના ધારાસભ્યના નામે ''ભાજપ આવે છે..'' તેવા પોસ્ટર લાગતા ભારે ચર્ચા

કોઇ માનસિક વિકૃત વ્યકતિની હરકતઃ લલિત વસોયા

ધોરાજી, તા.૨૫:- ધોરાજીના ધારાસભ્ય લાલિતભાઈ વસોયા વિરુદ્ઘ અમુક હિત શત્રુઓ દ્વારા ખંડનાત્મક પ્રવૃતિઓ થતી રહેતી હોય છે. ત્યારે ધારાસભ્ય વિરુદ્ઘ અગાઉ પણ અનેક વખત વિવિધ આક્ષેપ સાથે પોસ્ટરો લાગતા હોય છે ત્યારે આજ રોજ ફરી ધોરાજીના નેશનલ હાઇવે પર આવેલા એક પુલ નીચે પોસ્ટર જોવા મળેલ જેમાં ધોરાજીમાં કોગેસના ધારાસભ્યના નામે ભાજપ આવે છે તેવા પોસ્ટરે ભારે ચકચાર યાપી ગયેલ છે.

જોકે આ મામલે ધારાસભ્ય લલિતભાઈ વસોયા એ આ ઘટના હાસ્યાસ્પદ તેમજ કોઈ માનસિક વિકૃત વ્યકિત દ્વારા કરવામાં આવેલ હરકત જણાવી હતી. અને આ મુદ્દે કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપવી અસ્થાને રહેશે તેમ પણ જણાવ્યું હતું.

ધોરાજીમાં કોગેસના ધારાસભ્ય લલીત ભાઈ વસોયાના નામે ભાજપ આવે છે તેવા પોસ્ટર એ શહેર ભરમાં રાજકીય ચર્ચા તેજ બની હતી.

આ મામલે એવું કહી શકાય કે આવા અનામી પોટરો દ્વારા વર્તમાન પત્રમાં ખોટી પ્રસિધ્ધિ કરાવી રાજકીય માહોલ ડામાડોળ કરવાનો નિરારથક પ્રયાસ કરવામાં આવતો હોય તેમ જણાઇ રહ્યું છે.(૨૨.૧૧)

(11:34 am IST)