સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th February 2021

કોંગ્રેસને મોટો ફટકો : પ્રદેશ કોંગ્રેસ મંત્રી અને પાટડી નગર પાલિકાના નિરીક્ષક મનોજ રાઠોડનું પાર્ટીના તમામ હોદા-સભ્યપદેથી રાજીનામુ

જિલ્લા કોંગ્રેસ અને લોધીકા તાલુકા કોંગ્રેસની ટિકિટ વહેંચણીમાં વરવી ભૂમિકાથી નારાજ : હારેલા ઉમેદવારની તરફેણ કરતા હોવાનો આક્ષેપ

રાજકોટ : કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે યુવા નેતા મનોજ રાઠોડે પાર્ટીના તમામ હોદા અને સભ્યપદેથી રાજીનામુ આપી દેતા મોટો ખળભળાટ મચી જવા પામ્યો છે

 મનોજ રાઠોડે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામાં પત્ર મોકલ્યું છે જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ અને લોધીકા તાલુકા કોંગ્રેસની નબળી નેતાગીરી સાથે કામ કરવા અસમર્થતતા બતાવી જિલ્લા કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા ટિકિટ વહેંચણમાં વરવી ભૂમિકા ભજવતા હોવાનો આક્ષેપ કર્યો છે

 મનોજ રાઠોડે અમિત ચાવડાને લખેલ રાજીનામાં પત્ર આ મુજબ છે

અમિતભાઈ ચાવડા ‍ પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ હું મનોજ રાઠોડ મંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને નિરીક્ષક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પાટડી નગરપાલિકા આજે કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી તેમજ કોંગ્રેસના સભ્ય તરીકે રાજીનામું આપું છું રાજકોટ જિલ્લા કોંગ્રેસના તેમજ લોધિકા તાલુકા કોંગ્રેસના નબળી નેતાગીરીને નીચે હું કામ કરી શકું એમ નથી આ બંને નેતાગીરી લોધીકા જિલ્લા પંચાયત 19 ની ટિકિટ દેવામાં વરવી ભૂમિકા ભજવેલ છે રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તેમજ લોધિકા તાલુકા કોંગ્રેસના પ્રમુખે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જીલ્લા પંચાયત હારેલા ઉમેદવારની તરફેણ કરે છે આવી આવી નેતાગીરી સાથે હું કામ કરી શકું એમ નથી જેથી મારા પ્રદેશના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું.                  મનોજ રાઠોડ મંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને નિરીક્ષક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પાટડી નગરપાલિકા.      

(10:06 pm IST)