સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th February 2021

જુનાગઢમાં ૭ર હજારના દારૂ સાથે બે ઝડપાયા

જુનાગઢ, તા., રપઃ જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવી તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહી. જુગારની બદીને  નેસ્તનાબુદ કરવા અને આવી પ્રવૃતી કરતા ઇસમો ઉપર ઘોંસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવૃતીને સંપુર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક પ્રદીપસિંહ જાડેજાની સુચના મુજબ પ્રોહી બુટલેગરો પર વોચ રાખી ચોરી છુપીથી કોઇ આવી પ્રવૃતી કરે તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે જુનાગઢ તાલુકા પો.સ્ટે. પો.સબ ઇન્સ. એસ.એન.સગારકા પેટ્રોલીંગ દરમ્યાન હકીકત મળેલ કે ખામધ્રોળ રોડ હર્ષદનગર વિસ્તારમાં રામેશ્વર સોસાયટીની શેરી નં. ૩માં રહેતો શાહનવાજ જમાલખાન બ્લોચ ગેરકાયદેસર રીતે તેના રહેણા઼ક મકાને ઇંગ્લીશ દારૂનો જથ્થો છુપાવેલ છે અને હાલ તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ કરવાની ફીરાકમાં છે જે હકીકતના આધારે રેડ કરી દારૂ બોટલની  પેટી નંગ-પ તેમજ છુટીછવાયી બોટલો નંગ-૭ મળી કુલ બોટલો નંગ-૬૭ કી. રૂ. ર૬૮૦૦નો પ્રોહી. મુદામાલ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે હાલ ગુન્હાની તપાસ ચાલુ છે.

જયારે ખામધ્રોળ રોડ હર્ષદનગર વિસ્તારમાં રામેશ્વર સોસાયટીમાં દિલખુશ કીરાણ સ્ટોર વાળી શેરીમાં બંધ પડતર મકાનમાં અરબાજ ઉર્ફે બબલુ અમુલભાઇ બ્લોચ ગેરકાયદેસર રીતે ઇંગ્લીશ દારૂનો જથ્થો છુપાવેલ છે અને હાલ તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવાની ફીરાકમાં છે જે હકીકતના આધારે ખામધ્રોળ રોડ ઉપર આવેલ ઉપરોકત હકીકતવાળી જગ્યાએ રેડ કરી દારૂ બોટલની પેટી નંગ-૯ તેમજ છુટી છવાયી બોટલો નંગ-પ મળી કુલ બોટલો નંગ ૧૧૩ કિ. રૂ. ૪પ,ર૦૦નો પ્રોહી મુદામાલ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે હાલ ગુન્હાની તપાસ ચાલુ છે.

જયારે મુસ્તુફા ઉર્ફે શેઠ મેમણ (રે. સુખનાથ ચોક પાસે મુલ્લા વાડામાં) ફરાર છે.

આ કામગીરી પો.હેડ કોન્સ. કે.ડી.રાઠોડ  તથા મહીલા એ.એસ.આઇ. એસ.એમ. દીવરાણીયા તથા પો.કોન્સ. એન.આર. ભેટારીયા તથા પો.કોન્સ. ભરતભાઇ દલપતભાઇ ઢોલા તથા પો. કોન્સ. કરણભાઇ જગુભાઇ વાળા તથા પો.કોન્સ. અજયભાઇ વાલજીભાઇ તથા પો.કોન્સ. જેતાભાઇ જીવાભાઇ તથા પો.કોન્સ. દેવેનભાઇ ભીખનભાઇ તથા પો.કોન્સ. રાહુલભાઇ રામસીંગભાઇએ કરેલ છે.

(1:05 pm IST)