સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th February 2021

શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ જૂનાગઢ શ્યામ મહિલા મંડળ દ્વારા શામજીબાપુની તિથીની ઉજવણી

જગ વિખ્યાત સતાધાર જગ્યાના મહંત પ.પુ.શ્રી શામજીબાપુની ૩૮મી પુણ્યતિથી નિમિતે શામજીબાપુની મઢુલી શ્યામધામ મધુરમ સોનાપુરી ખાતે શ્યામમંદિરે આરતી અને પુજનનું આયોજન કરેલ હતુ. પાંજરાપોળ સામે ગિરનાર રોડ ખાતે શ્યામવાડીમાં શ્યામ મહિલા મંડળ તથા જ્ઞાતિ સમાજ દ્વારા મહાઆરતીનું આયોજન કરેલ જેમાં જ્ઞાતિ પ્રમુખ મેયર ધીરૂભાઇ ગોહેલ, મંત્રી દિનેશભાઇ કાચા, ઉપપ્રમુખ પ્રકાશભાઇ ચૌહાણ, ગોરધનભાઇ ટાંક, ખજાનચી કિશોરભાઇ ચોટલીયા, કન્વીનર ભરતભાઇ ભાલીયા, મંત્રી જે.કે.ચાવડા, શ્યામધામના પ્રમુખ બાબુભાઇ ટાંક તથા ટ્રસ્ટીઓ તેમજ વિભાગીય વડા વજુભાઇ કાચા, કાળુભાઇ ચોટલીયા, અનુભાઇ સોલંકી, ધીરૂભાઇ ટાંક, અમુભાઇ મકવાણા, ડો.પિયુષભાઇ ટાંક, સી.પી.જાદવ, એન.કે.ટાંક, રસીકભાઇ મોરવાડીયા, અમુભાઇ રાઠોડ અને શ્યામ મહિલા મંડળના બહેનો ખજાનચી છાયાબેન ચોટલીયા, અરૂણાબેન ભાલીયા, હર્ષાબેન કાચા, પારૂલબેન જેઠવા, પારૂલબેન સાપરા, સંધ્યાબેન રાઠોડ, રેખાબેન ચોટલીયા, લીલાબેન કાચરંજનબેન મોરવાડીયા, દક્ષાબેન પરમાર તેમજ બહેનોએ આરતીનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી. વિશેષમાં કાર્યક્રમના અંતે બહેનો દ્વારા રાસ ગરબા રમીને પુ.શામજીબાપુની તીથી ધામધુમથી ઉજવેલ હતી. કાર્યક્રમના અંતે મહાપ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવેલ હતુ.

(12:46 pm IST)