સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th February 2021

ઉનામાં મતદાન જાગૃતિ બાઇક રેલી

પ્રભાસ પાટણ : ગીર-સોમનાથ જિલ્લામાં  સ્વરાજ્ય તેમજ નગરપાલિકા ચૂંટણી અન્વયે મતદારો મતદાન કરવા પ્રોત્સાહિત થાય અને લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતના લાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ અધિક કલેકટર, સ્વેપ નોડલ અધિકારી, મામલતદાર અને ટી.પી.ઇ.ઓ. દ્વારા ઉના ખાતે બાઇક રેલી યોજાઇ હતી. જેમાં ઉના પ્રાથમિક શાળાઓના શિક્ષકો અને આચાર્યશ્રીઓએ સહભાગી થઇ બાઇક ઉપર મતદાન જાગૃતિના પ્લે કાર્ડ સાથે મતદારોને ૨૮/૨/૨૦૨૧ના રોજમતદાન અવશ્ય કરવાની અપીલ કરી હતી તે તસ્વીર. (તસવીર દેવાભાઈ રાઠોડ,પ્રભાસ-પાટણ)

(11:40 am IST)