સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th February 2021

ભાવનગર : સાપરાધ મનુષ્ય વધના કેસમાં આરોપીને ૧૦ વર્ષની સજા : અન્ય એક આરોપીને ત્રણ વર્ષની સજા ફરમાવી

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.૨૫ : સાપરાધ મન્ષ્યવધના કેસમાં એક આરોપીને ૧૦ વર્ષ અને અન્ય એક આરોપીને ૩ વર્ષની સખ્ત કેદની સજા તથા બે આરોપીઓ સામે ૩૦૨, અને પોકસો સહિતનો ગુનો નોંધાયો હતો જે અંગે સ્પે.જજ   એ.બી.ભોજક સરકારી વકીલ ભરત વોરાની દલીલો ગ્રાહય રાખી આરોપીને ઉપરોકત સજા ફટકારી હતી.

 ગત તા. ૧૬/૭/૨૦૧૭ ના રોજ આ કામના આરોપી નં. ૧ સંજય ઉફે લાવરી પ્રેમજીભાઇ ડાભી જાતે કોળી નામના શખ્સે આ કામના ફરીયાદીની સગીર વયની ભત્રીજી ભોગ બનનારને સ્કુલે જતી વખતે રસ્તામાં ઉભા રહી, તેનુ નામ લઇ, હેરાન પરેશાન કરતો હોઇ તેથી આ બાબતે સાહેદો અને ફરીયાદી આરોપી સંજય ઉર્ફે લાવરીને ઠપકો આપવા જતા તેની સાથે ઝઘડો કરી, થપાડ વડે મારમારી જતા રહેલ અને ત્યારબાદ આરોપી સંજય ઉર્ફે લાવરીએ હાથમાં છરી લઇ આવી ફરીયાદી તથા સાહેદ તથા મરણજનાર વિમલભાઇ ભીખાભાઇ સરવૈયા સાથે લડાઇ ઝઘડો કરતા હોય તે દરમ્યાન આ કામના આરોપી નં. ૨ અલ્પેશ પ્રેમજીભાઇ ડાભી (રહે. બંન્ને નેસવડ ગામ, રામાપીરના મંદીર સામે, તા. ઘોઘા) નાઓએ હાથમાં લાકડીનો ધોકો લઇ આવી, મરણજનાર વિમલભાઇના માથાના ભાગે મૃત્યુ નિપજાવવા ઇરાદે એક ઘા મારી, ગંભીર ઇન્ન પહોંચાડો, અને સારવાર દરમ્યાન મરણજનારનું મોત નિપજાવી ખુન કરી સાહેદને સામાન્ય ધોલથપાટ કરી સગીરવયની સાહેદની છેડતી કરી સદર ગુનાહીત કૃત્યમાં ઉકત બંન્ને આરોપીઓએ એક બીજન્નને મદદગારી કરી હતી.

આ બનાવ અંગે ફરીયાદીએ ઘોઘા પોલીસ મથકમાં આરોપી નં. ૧ સંજય ઉર્ફે

લાવરી પ્રેમજીભાઇ ડાભી, કલ્પેશ -પ્રમજીભાઇ ડાભી, સામે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે

ઉકત બંન્ને આરોપીઓ સામે ૩૦૨, ૩૨૩, ૧૧૪, તથા પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન ઓફ સેકસ્યુઅલ ઓફેન્સ એકટ (પોકસો) -૨૦૧૨ની કલમ ૧૨ તથા જીપીએકટ ૧૩૫ મુજબનો ગુનો નોંધયો હતો.

 આ અંગેનો કેસ ભાવનગરના સ્પે. જજ (પોકસો) અને થર્ડ એડીશનલ સેસન્સ જજ એ.બી.ભોજકની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ બી.કે.વોરાની અસરકારક દલીલો, મૌખીક પુરાવા-૩૪, દસ્તાવેજી પુરાવા-૫૯ વિગેરે ધ્યાને લઇ આરોપી નં. ૧ સંજય ડાભીને ઇપીકો કલમ ૩૨૩ મુજબ ગુના સબબ ૬ માસની કેદની સજા અને રોકડ રૂ।. એક હજાર દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ ૧૫ દિવસની સજા, આરોપી નં. ૧ સંજયને પોકસો એકટની કલમ ૧૨ મુજબના ગુના સબબ ત્રણ વર્ષની સજા રોકડા રૂ. ત્રણ હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ એક માસની સજા, આરોપી નં. ર કલ્પેશ ડાભીને ઇપીકો કલમ ૩૦૪ ભાગ-૨ના ગુના સબબ ૧૦ વર્ષ સખ્ત કેદની સજા અને રોકડા રૂ. ૧૦ હજારનો દંડ અને આરોપી દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદની સજા અદાલતે ફટકારી હતી.

(11:38 am IST)