સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th February 2021

બેઉ બળિયા વચ્ચે સ્થાનિક અપક્ષ મેદાનમાં ઉતરતા મોટી પાનેલીની જિલ્લા પંચાયત બેઠક પર ભારે રસાકસી

કુલ ૨૬,૭૩૯ મતદારો ૧૩,૯૬૬ પુરૂષ તો ૧૨,૭૭૩ સ્ત્રી મતદારો ગત ટર્મમાં પાટીદાર આંદોલનનો સીધો લાભ કોંગ્રેસને મળ્યો હતોઃ ભારતમાંથી લેઉવા પટેલ તો કોંગ્રેસમાંથી કડવા પટેલ ઉમેદવાર મેદાને સાથે અપક્ષ દલિત ઉમેદવાર પણ જોર કરે છે લેઉવા પાટીદાર મતદારો વધુ હોવા છતાં કોંગ્રેસ હાર્દિક પટેલના નજદીકી કડવા પટેલ પર દાવ ખેલ્યો

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી,તા.૨૫:  ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બે બેઠકો સામાન્ય  સ્ત્રી અનામત માટેની ચૂંટણીનો માહોલ ભારે રસાકસી ભર્યો બનતો જાય છે પાનેલી જિલ્લા પંચાયત બેઠકમાં' પાનેલી ઢાંક સહીત કુલ સત્ત્।ર જેટલાં નાના મોટા ગામોં ભળેલા છે જેમાં બન્ને મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસમાંથી સક્ષમ અને અડીખમ નેતાના પરિવારમાંથી ઉમેદવારો ઉભા રાખવામાં આવેલ છે.

ભારતીય જનતા પાર્ટીએ તાલુકાના અઠંગ ગણાતા રાજકારણી લેઉવાપટેલ જમનભાઈ ગેડીયાના પરિવારમાંથી તો સામે કોંગ્રેસ પક્ષમાંથી પાટીદાર અનામત આંદોલનના હીરો કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના નજદીકી એવા તાલુકાના પાટીદાર અનામત આંદોલનના કન્વીનર અને પટેલ સમાજ ઉપર ભારે પ્રભુત્વ ધરાવતા કળવા પટેલ જતીનભાઈ ભાલોડીયાના ધર્મપત્ની ઉપર કળશ ઢોળતા બન્ને પક્ષે બળિયા ઉમેદવારો હોય ચૂંટણીનો માહોલ ભારે રસાકસી ભર્યો બનતો જાય છે સાથેજ વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલ પાનેલીના સ્થાનિક દલિત કાર્યકર્તા ચંદુભાઈ જાદવ કે જેને આ વખતે કોંગ્રેસ સાથે છેડો ફાડી પોતાના ધર્મપત્ની શ્રીમતી શારદાબેન ચંદુભાઈ જાદવને મેદાનમાં ઉતારતા પાનેલીની સીટ ભારે કસોકસી ભરી બની ગઈ છે પાનેલીની જિલ્લા પંચાયત બેઠક પર કુલ ૨૬૭૩૯ મતદારો છે.

જેમાં ૧૩૯૬૬ પુરુસ મતદારો તો ૧૨૭૭૩  સ્ત્રી મતદારો છે ગત ટર્મમાં આ બેઠક ઉપર કોંગ્રેસને પાટીદાર અનામત આંદોલનનો સીધો ફાયદો મળ્યો હતો અને તે જીતમાં મહત્વનો રોલ જતીનભાઈ ભાલોડીયા અને તેની ટિમેં અદા કર્યો હતો પરંતુ આ વખતે ચિત્ર જરા જુદું છે આમતો બેઠક ઉપર પટેલ સમાજનું પ્રભુત્વ છે પરંતુ પટેલ સમાજના મતદારો પૈકી ચઉદસો જેટલાં લેઉવા પાટીદાર મતદારો કળવા પાટીદાર કરતા વધુ છે અને માટેજ ભારતીય જનતા પાર્ટીએ તાલુકાના જુના અને લેઉવા પાટીદાર સમાજના અગ્રણી નેતા જમનભાઈ ગેડીયાના પરિવારમાં થી શ્રીમતી જયશ્રીબેન ગેડીયા પર પસંદગી ઉતારી છે જયારે સામે પક્ષ કોંગ્રેસ માંથી ગત ટર્મના હીરો અને પાનેલીના પટેલ સમાજમાં સારુ એવુ પ્રભુત્વ ધરાવતા યુવાન રાજકારણી જતીનભાઈ પટેલના ધર્મપત્ની શ્રીમતી મીરાબેન ભાલોડીયા ઉપર કળશ ઢોળ્યો છે સાથેજ પાનેલીના સ્થાનિક અને દલિત સમાજ પર સારી એવી પકડ ધરાવતા સમાજના પ્રતિષ્ઠિત ચંદુભાઈ જાદવના ધર્મપત્ની શ્રીમતી શારદાબેન જાદવ પણ મેદાનમાં ઉતરતા મતોનું જ્ઞાતિ જાતિના મતોનું ધ્રુવીકરણ ચોક્કસ ભાગ ભજવશે પારંપરિક રીતે દલિત સમાજના મતદારો મોટેભાગે કોંગ્રેસના મતદારો રહ્યા હોય પરંતુ સમાજના આગેવાન મેદાનમાં હોય દલિત સમાજ તેમજ અન્ય નાના સમાજમાં ચોક્કસ ભાગબટાઈ થતા કોંગ્રેસ પક્ષને તે મતની ભરપાઈ કરવા ભારે મહેનત કરવી પડી રહી છે તો ભારતીય જનતા પાર્ટી માટે ગત ટર્મમાં મળેલ હારનો બદલો લેવા અને સ્થાનિક આગેવાનોની પ્રતિષ્ઠા દાવ પર હોય રાતદિન મહેનત કરી રહ્યા છે અપક્ષ ઉમેદવાર પણ ગામે ગામ ફરી દલિત સમાજ તેમજ દરેક વિસ્તારોમાં પોતાની ઓળખ ઉભી કરી પ્રતિષ્ઠા દાવ પર લગાવી હોય પોતાના મત અંકે કરવા મથી રહ્યા છે

બન્ને મુખ્ય પક્ષમાંથી નેતાઓ પણ વિસ્તારમાં ઘૂમી મતદારોને પોતાના ઉમેદવાર ને મત આપવા વિનતી કરતા જોવા મળી રહ્યા છે ગઈકાલે ભાજપે જબરો રોડ શો કરેલ જેમાં જિલ્લા પ્રમુખ સાથે તાલુકાના આગેવાનો તેમજ સ્થાનિક આગેવાનો ઉત્સાહ પૂર્વક જોડાયા હતા જયારે આજે કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવાર ને જીતાડવા જાહેરસભાને સંબોધી હતી જેમાં તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય સાથે તાલુકાના કિસાન નેતા તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ ગામના મુખ્ય આગેવાનો એ સભાને સંબોધન કરેલ આવતીકાલે ભાજપ પક્ષ પણ સભાનું આયોજન કરશે જેમાં પરસોતમ રૂપાલા કે જયેશભાઇ રાદડિયા કે કુંવરજીભાઇ બાવળીયા આવવાની શકયતા છે ભાજપ દ્વારા જિલ્લાની આખી ટિમ ઉતારવામાં આવી રહી છે જેમાં હરિભાઈ પટેલ પ્રવીણભાઈ માકડીયા મહેન્દ્રભાઈ પાડલીયા વિજય ગમારા હરિભાઈ ઠુંમર રાજાભાઈ સુવા સાથે સંસદ રમેશભાઈ ધડુક મનસુખભાઇ ખાચરીયા જયેશભાઇ રાદડિયા તો સામે પક્ષ કોંગ્રેસમાં થી પણ ધારાસભ્ય લલિતભાઈ વસોયાઃ ડાયાભાઇ ગજેરા લાખાભાઇ ડાંગર કૃષ્નકાંત ચોટાઈ વગેરે આગેવાનોએ ધામા નાખી ગામે ગામ પ્રચાર કરી પરસેવો પાડી રહ્યા છે અન્ય એક અપક્ષ ઉમેદવાર પણ મેદાન માં છે જે મેરવદર ગામના સ્થાનિક હોય તેઓ પણ અમુક અંશે મતોની ભાગબટાઈ માં ભાગ ભજવશે

બન્ને પક્ષે જીતહારના દાવા થઇ રહ્યા છે પરંતુ કોઈ ચોક્કસ નથી કઈ શકતું કે બાજી કોણ મારશે અને અપક્ષ ઉમેદવાર કોનો ખેલ બગાડશે બુકીબજારમાં પણ પાનેલીની બેઠકને લઈને કોઈ હલચલ જણાતી નથી જોઈએ મતદારો કોના પર રીઝે છે.

(11:36 am IST)