સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 25th February 2018

મોરબીના લાતીપ્લોટમાં જુગારના દરોડામાં 7 શકુનિઓ ઝડપાયા

નાઈટ પેટ્રોલિંગમાં લાતીપ્લોટમાં બે અલગ અલગ સ્થળે પોલીસની કાર્યવાહી

મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં બે અલગ-અલગ સ્થળે જાહેરમાં જુગાર રમતા ૭ શકુનિઓને 3130ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે જાણવા મળ્યા મુજબ મોરબી એ ડીવીઝન પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન લાતીપ્લોટ શેરી ૨-૩ ના ખૂણે જાહેરમાં જુગાર રમતા ધીરજ હેમુદાન ગઢવી (ઉ.૫૦) રહે- શકત શનાળા થી રાજપર જવાના રસ્તે ધરમનગર સોસાયટી, અનવર હુસેન કટિયા (ઉ.૫૨) રહે-મોરબી મફતિયા પરા, જુમાભાઈ હાજીભાઈ પીલુડીયા (ઉ.૫૯) રહે- જુના બસસ્ટેન્ડ નજીક ગેબનશાહ દરગાહ પાસે અને રફીક રસુલભાઈ જેડા (ઉ.૩૪) રહે-કાલિકા પ્લોટ વાળાને રોકડ રકમ ૧૬૮૦ સાથે ઝડપી પાડયા હતા  જયારે આ જ વિસ્તારમાં લાતીપ્લોટ શેરી ૪-૫ ના ખૂણે જાહેરમાં જુગાર રમતા ઇમરાન ગફારભાઈ ઘાંચી (ઉ.૩૫) રહે- લાતીપ્લોટ શેરી-૮, ઇકબાલ કાસમભાઈ ઘાંચી (ઉ.૩૦) રહે-લાયન્સ નગર અને પ્રવીણ માવજીભાઈ મકવાણા રહે-વણકરવાસ વાળાને રોકડ રકમ ૧૪૫૦ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(11:30 pm IST)