સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 25th February 2018

કચ્છના નખત્રાણાના કલ્યાણપરમાં અવાવરું કુવામાં પડી જતા આધેડનું મોત

બચાવો બચાવો'ના અવાજો આવતા સસરા બકાભાઈને બચાવવાના જમાઈ અર્જુનના પ્રયાસો નિષ્ફ્ળ

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાનાં કલ્યાણપર(મંજલ) વાડી વિસ્તારમાં અવાવરું કુવામાં પડી જતા ૫૫ ર્વિષય આધેડ બકાભાઈનું મોત નીપજ્યું છે વાડીમાં રહેલા બકાભાઈના જમાઇ અર્જુને બચાવવા પ્રયાસો કર્યા પરંતુ તેમ છતાં તેમને બચાવી શકાયા નહોતા.

    આ અંગે પમળતી વિગત મુજબ બાબુલાલ મનજી ગોરાણીની વાડીમાં બકાભાઇ મોહનભાઇ નાયકા નામના ૫૫ ર્વિષય આધેડ પુત્રી-જમાઇ સાથે ખેતીકામ કરતા હતા. મુળ છોટા ઉદેપુરનો પરિવાર ગત રાત્રે ખેતીકામ કરીને જમી પરવારીને સુતો હતો ત્યારે રાત્રે ૧૨ વાગ્યાના અરસામાં બકાભાઇનો જમાઇ અર્જુન શૌચક્રિયા માટે ઉઠયો હતો ત્યારે નજીકમાં રહેલા અવાવરૃ કુવામાંથી 'બચાવો બચાવો' નો અવાજ આવી રહ્યો હતો. અર્જુને કુવાની પાળ પર જઇને અવાજ સાંભળ્યો ત્યારે જણાયું કે તે અવાજ તો તેના સસરાનો હતો. જો કે અર્જુને તાત્કાલીક ધોરણે વાડી માલીકને ફોન કરીને જાણ કરતાં વાડી માલિક લાંબુ દોરડા સહિતના સાધનો સાથે કુવા પર દોડી આવ્યા હતા.

વાડી માલિકે કુવામાં અંદર જઇને બકાભાઇને બહાર કાઢતાં બકાભાઇ મૃત હાલતમાં જોવા મળ્યા હતા. સમગ્ર બનાવ અંગે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(8:49 pm IST)