સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 25th February 2018

કચ્‍છના કોટેશ્‍વર કિક વિસ્‍તારમાંથી અેક પાકિસ્‍તાની બોટ ઝડપાઇ

કચ્‍છ: કચ્‍છના દરિયામાંથી અવારનવર પાકિસ્‍તાની બોટ ઝડપાવાના કિસ્‍સા બની રહ્યા છે. ત્‍યારે વધુ અેક બોટ કચ્‍છના દરિયામાં કોટેશ્‍વર કિક વિસ્‍તારમાંથી મળી આવી છે.

મળતી માહિતી અનુસાર BSFના 108 બટાલિયન પેટ્રોલિંગ કરી રહ્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ ઝડપાઇ છે. જો કે બોટમાંથી માછીમારીની સામગ્રી મળી આવી છે. 

ઉલ્લેખનીય છે કે કચ્છના કોટેશ્વર ક્રિક વિસ્તાર અને હરામીનાળમાંથી વારંવાર આવી રીતે બોટ ઝડપાતી હોવાના કિસ્સા સામે આવ્યા છે. 

(2:43 pm IST)