સોડસવા પાસે રસ્તા પર ગૌ માતાનું માથુ મળતા ચકચાર!!
ખંભાળીયા તા. રપ :.. સલાયા જતાં રસ્તા પર ગઇકાલે સાંજે સોડસવા ગામ પાસે ગૌ-માતાનું કપાયેલું માથું મળતા ચકચાર જાગી હતી.
ગળેથી કપાયેલું હોવાની જાણ થતાં ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો. ઇ. અક્ષય પટેલ તુરત જ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી.
જો કે આ માથું કપાયેલું કોઇ અન્ય જગ્યા એ પછી અહીં નંખાયું હોય માથા સાથે ટપકતું લોહી ના હતું. નજીકમાં જ સોડસવા પાસે કસાઇ વાડો હોય ત્યાં મરી ગયેલા કોઇ ગૌ-માતામાંથી કોઇ કૂતરું ત્યાંથી લઇને અહીં નાખી ગયાની આશંકા પણ પોલીસ તંત્ર સેવી રહ્યું છે તને કોઇએ ટીખળ કરવા કે તંત્ર સ્થિતિ કરવા ગાયનું માથું આ રીતે જાહેર રોડ પર નાખી દીધાનું પણ હોઇ શકે.
ભૂતકાળમાં કયારેય આવી ઘટના બની ના હોય કોઇ અસામાજિક તત્વોઓ લાગણી દુભાવવા તો નહીં કર્યુ હોય તેવો પ્રશ્ન પણ ઉઠયો છે.
એનિમલ લવર્સ ગ્રુપ, એનિમલ કેર્સ ગ્રુપ દ્વારા આ બાબતે તપાસ કરવા માંગ કરાઇ છે.