સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th January 2022

કાલાવડની કંપનીને ૬ લાખનો ચૂનો ચોપડનાર અમદાવાદના શખ્સો સામે ફરીયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૫: કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં નિરવભાઈ ભુપતભાઈ બાલધા, ઉ.વ.૩૩, રે. ગોકુલધામ, સંસ્કાર વિઘ્યાલય પાછળ, જામકંડોરણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮–૧–ર૦રરના આરોપીઓ જગતભાઈ ઉર્ફે જનકભાઈ જગદીશચંદ્ર ભટ્ટ, રે. નિકોલ અમદાવાદવાળા તથ આકાશભાઈ ફૌજી રે. અમદાવાદવાળા એ ફરીયાદી નિરવભાઈ હરીપર ગામે ભભવ્રજ કેટલ ફીડ પ્રા.લી.ભભ નામની પેઢી ધરાવે છે તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવા સારૂ આરોપી જગતભાઈ ઉર્ફે જનકભાઈએ ફરીયાદી નિરવભાઈ સમક્ષ ઠગાઈ કરવાના ઈરાદાથી પોતાનું નામ ઉતમભાઈ બારોટ તરીકે આપી પોતાની ર૭ નવા ગજ બજાર કબ્રસ્તાન ચાર રસ્તા નડીયાદ ખાતે આવેલ ભભસંતરામ સેલ્સ  એન્ડ કોર્પોરેશનભભ નામની પેઢીનું નામુ આપી પોતાનું કાર્ડ બતાવી પ્રથમ ફરીયાદી નિરવભાઈને ર૦૦ ખોળની ગુણીનો ઓર્ડર આપી સમયરસર નાણા ચુકવી દઈ ફરીયાદી નિરવભાઈનો વિશ્વાસ જીતી લઈ અને બાદ ગઈ તા.૮–૧–ર૦રરના રોજ ઉતમરાવભાઈ બારોટના નામે આરોપી જગતભાઈ ઉર્ફે જનકભાઈ ભટ્ટે તેના મોબાઈલ નં.૮પ૧૧૭૭૦ર૦૮ થી ઓર્ડર આપી ગુણી નંગ ૩ર૦ જેનું વજન આશરે ૧૬૦૦૦ કિલો જેટલુ જે એક ગુણીની કિંમત રૂ.૧૮૮૦/– લેખે કિંમત રૂ.૬,૦૧,૬૦૦/– (છ લાખ એક હજાર છસ્સો) નો ખોળ ખરીદ કરવાનું જણાવી આરોપીઓએ બદદાનતથી ફરીયાદી નિરવભાઈને લલચાવી નાણા આપવાનું જણાવી આજદિન સુધી બંન્ને આરોપીઓએ ફરીયાદી નિરવભાઈને નાણા નહી ચુકવી ફરીયાદી નિરવભાઈ સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી ગુનો કરેલ છે.

ફરજમાં રૂકાવટ કર્યાની રાવ

અહીં પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જીતેન્દ્રભાઈ અશોકભાઈ રાજા, ઉ.વ.ર૭, રે. રોયલ ગ્રીન સોસાયટી, ધ્રોલવાળા એ ફરીયાદ નોંધાવી છેકે,  ફરીયાદી જીતેન્દ્રભાઈ ધ્રોલના ટાઉન પેટા વિભાગ પી.જી.વી.સી.એલ. ખાતે જુનીયર એન્જીનીયર તરીકે ફરજ બજાવતા હોય જેથી રાજય સેવક હોય અને વિજ ચેકીંગ ની ડ્રાઈવ દરમ્યાન ધુતારપરગામે નીષ્ઠાનગરી માં તા.ર૪–૧–ર૦રરના ફરીયાદી જીતેન્દ્રભાઈ પોતાની કાયદેસરની ફરજ દરમ્યાન આરોપી રશીકભાઈ વિઠ્ઠલભાઈ ભંડેરી, ઈલાબેન રશીકભાઈ વીઠલભાઈ ભંડેરી, રે. ધુતારપર ગામવાળા એ ફરીયાદી જીતેન્દ્રભાઈની કાયદેસરની રાજય સેવક તરીકેની ફરજમાં રૂકાવટ કરી બીભત્સ ગાળો આપી ફરીયાદી જીતેન્દ્રભાઈ સાથે ઝપાઝપી કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

દારૂ સાથે ઝડપાયો

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદીપભાઈ વસંતભાઈ બારડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૪–૧–ર૦રરના તીનબતી ઝુલેેલાલ ચોક, જામનગરમાં આરોપી નીતીન ડાયાભાઈ પરમાર, રે. જામનગરવાળાએ પોતાના કબ્જામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનવાટની અંગ્રેજી દારૂની કંપની શીલબંધ બોટલ નંગ–ર, કિંમત રૂ.૧૦૦૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

ગાળો દેવાની ના પાડતા માર માર્યો

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગીરીરાજસિંહ મેઢુભા જાડેજા ઉ.વ.ર૩, રે. સોમનાથ સોસાયટી શેરી નં.ર, ફરીયાદી ગીરીરાજસિંહના ઘર પાસે જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છેકે, તા.ર૩–૧–ર૦રરના ફરીયાદી ગીરીરાજસિંહના ઘર પાસે ફરીયાદી ગીરીરાજસિંહના મોટા ભાઈના ઘર પાસે આરોપીઓ વિક્રમસિંહ બાલુભા ચુડાસમા, મયુરસિંહ, રે. જામનગરવાળા જેમ ફાવે તેમ ગાળો બોલતા હોય જેથી ફરીયાદી ગીરીરાજસિંહ ત્યાં પહોંચતા ફરીયાદી ગીરીરાજસિંહએ ગાળો દેવાની ના પાડતા આરોપીઓએ ફરીયાદી ગીરીરાજસિંહને ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી મુઢમાર મારતા ફરીયાદી ગીરીરાજસિંહ નીચે પડી જતા જમણા બાજુનો ગોળો ખસી જતા બનાવ બનેલ છે.

કાલાવડમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહેશભાઈ મોહનભાઈ ચાવડાએ ફરીયાદન નોંધાવી છે કે, તા.ર૪–૧–ર૦રરના કાલાવડના પંજેતનગરના પુલ પાસે આ કામના આરોપીઓ રફીકભાઈ ઉર્ફે પકડ સફુરભાઈ ગાજી, સોયબભાઈ ઈસ્માઈલભાઈ સમા, યુનિશાભાઈ ઉર્ફે પોલાર્ડ કાદરભાઈ બ્લોચ, ર. કાલાવડ વાળા જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૬૩૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યાની રાવ

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં નીતાબેન વસંતભાઈ વાઘેલા, ઉ.વ.૩૬, રે. જુના દવાખાના વિસ્તારમાં, સમાણા ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છેકે, તા.ર૩–૧–ર૦રરના આરોપી મામદભાઈ, રે. સમાણા ગામવાળા એ પોતાની ઘરે દેશી દારૂ વેચતા હોય અને ફરીયાદ નીતાબેનના ઘર પાસે ગાળો બોલતા હોવાથી ફરીયાદી નીતાબેન આ બાબતે સમજાવવા જતા આરોપી મામદભાઈએ ફરીયાદી નીતાબેનને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સાહેદ જીતેષભઈ સદરહુ બાબતે આરોપી મામદભાઈને સમજાવવા જતા આરોપી મામદભાઈ એ ઉશ્કેરાઈ જઈ સાહેદ જીતેષભાઈને મનફાવે તેમ ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ઝાપટો મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

(1:13 pm IST)