સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th January 2022

ભાવનગરમાં કોરોનાથી વધુ ર મોત : કેસમાં સતત વધારો

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના સંક્રમણ અટકાવવા કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું જરૂરી

રાજકોટ, તા. રપ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ભાવનગરમાં કોરોનાથી ર  ના મોત થયા છે. સર્વત્ર કોરોના ગાઇડલાઇનનું પાલન થાય તે જરૂરી છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા): ભાવનગરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના થી બે દર્દીઓના મોત નીપજયાં છે અને ૩૨૨ પોઝિટિવ કેસ નોંધાયા છે.

  ભાવનગર શહેર માં કોરોના ના ૨૯૫ કેસ નોંધાયા છે જ્યારે ૨૦૨ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે . કોરોનાથી શહેરમાં એક દર્દીનું મોત પણ નિપજ્યું છે. ભાવનગર ગ્રામ્યમાં કોરોના ના ૨૭ કેસ નોંધાયા છે અને ૩૪ દર્દીઓ થયા છે . ગ્રામ્ય માં પણ એક દર્દીનું કોરોના થી મોત નિપજ્યું છે .

આમ ભાવનગર જિલ્લામાં કુલ કુલ ૩૨૨ કેસ નોંધાયા છે અને ૨૩૪ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે અને કુલ બે મોત નિપજ્યા છે. હવે ભાવનગર જિલ્લામાં કોરોના ના એકિટવ દર્દીઓની સંખ્યા ૩૨૨૯ એ પહોંચી છે. 

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી : મોરબી જીલ્લામાં રવિવારે કોરોનાના ઓછા કેસ નોંધાયા બાદ આજે સોમવારે ફરીથી કોરોના કેસોમાં વિસ્ફોટ જોવા મળી રહ્યો છે જેમાં આજે જીલ્લામાં નવા ૨૬૭ કેસ નોંધાયા છે તો ૧૮૧ દર્દીઓ સ્વસ્થ થયા છે

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૭૬ કેસ જેમાં ૭૧ ગ્રામ્ય અને ૧૦૫ શહેરી વિસ્તારમાં, વાંકાનેર તાલુકાના ૨૮ કેસો જેમાં ૧૪ ગ્રામ્ય અને ૧૪ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૨૯ કેસો જેમાં ૧૫ ગ્રામ્ય અને ૧૪ શહેરી વિસ્તારમાં, ટંકારા તાલુકાના ૨૬ અને માળિયા તાલુકાના ૦૮ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૨૬૭ કેસ નોંધાયા છે આજે જીલ્લામાં ૧૮૧ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં એકટીવ કેસનો આંક ૧૭૮૧ થયો છે.

(1:11 pm IST)