સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th January 2022

અમરેલી જીલ્લામાં કોરોના કેસ ૧૦૯

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૨પ :  જેમ જેમ ઠંડી વધે છે તેમ તેમ કોરોનાના કેસો ઓછા આવી રહયા છે. જયારે ગરમી વધી હોય ત્યારે કેસો વધુ આવી રહયા છે. હમણા હમણા બે દિવસથીવધેલી ઠંડીને કારણે કેસની સંખ્યા ઓછી આવી રહી છે. સોમવારે અમરેલી જિલ્લામાં કોરોનાના ૧૦૯ કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ અમરેલી શહેરમાં ૩૮ કેસ, ધારીમાં ઉછાળો આવ્યો હોય તેમ ર૪ કેસ સાવરકુંડલામાં રર અને રાજુલામાં કોરોનાના ૧૦ તથા બગસરામાં ૮, લાઠીમાં ૩ અને લીલીયા કુંકાવાવ ખાંભા જાફરાબાદમાં એક પોઝીટીવ કેસ નોંધાયો છે અને જિલ્લામાં એકટીવ કેસની સંખ્યા ૭પ૪ થઇ છે. આજે ૩૯૮૭ સેમ્પલ લેવાયા હતા.

(1:09 pm IST)