સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th January 2022

પોરબંદર કાંઠે શિયાળામાં મહેમાન બનતા વિદેશી પક્ષીઓના કેટલાક સ્થળોએ છાને ખુણે શિકારઃ રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગની માંગણી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., રપઃ  શિયાળાની ઋતુનો પ્રારંભ થાય તે પહેલા વર્ષાઋુતુ બાદ શરદ ઋતુના પ્રારંભે ધીમે ધીમે વિદેશી પક્ષીઓ સુરખાબીઅલબેલી નગરી પોરબંદરના આંગણે તેમજ જીલ્લા તાલુકાના જુદા જુદા અંદાજીત ર૧ એકવીસ જળપ્લાવીત વિસ્તારોમાં વિદેશી મહેમાન પક્ષીઓ આગમન થાય અને શિયાળાની ઋતુમાં વિદેશી મહેમાન પક્ષીઓથી જળપ્લાવીત વિસ્તારો ઉભરાય જાય છે.

શહેરના પક્ષીપ્રેમી  ભરતભાઇ રૂધાણી પોરબંદર શહેર અને જીલ્લાના અન્ય જળ પ્લાવીત વિસ્તારો વિશે માહીતી આપતા જણાવે છે કે યુરોપમાં શિયાળાની ઋતુમાં ઠંડીનું પ્રમાણ ખુબ જ વધુ પડતુ રહેતુ હોય અને જળાશયોમાં બરફ જામી જતો હોવાથી પક્ષીઓને ખોરાક મેળવવામાં મુશ્કેલી રહેતી અથવા મળતો ન હોવાથી કારણે વિદેશી પક્ષીઓ દરીયાઇ માર્ગે પોરબંદર શહેર અને જીલ્લામાં તાલુકા વિસ્તારના જળપ્લાવીત વિસ્તારોમાં લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાન બને છે.

પોરબંદર શહેર અને જીલ્લાના તાલુકામાં આવેલ જળાશયોમાં આ શિયાળાના સમયમાં વિદેશી પક્ષીઓનું આગમન થયેલ હોય પ્રવૃતી પક્ષી પ્રેમીઓ પ્રફુલ્લીત બનેલ છે. ગદગદીત બન્યા છે અને બને છે. પોરબંદર શહેરની મધ્યે આવેલ પક્ષી અભ્યારણ, છાયાનું રણ, પોરબંદરનું રણ મોકર સાગર, કુછડીનું રણ (ખારો) બરડા સાગર સહીતના અલગ અલગ ર૧ એકવીસ જેટલા ખારા અને મીઠા જળ પનાવીત વિસ્તારોમાં વિહરતા નજરે પડે છે. દર વર્ષોની જેમ વર્તમાન સને ર૦રર-રરમાં વર્ષમાં અગણીત (લાખોની) સંખ્યામાં પોલીકન, કોમન, ક્રેઇન, ડેમોસાવીન ક્રેઇન, સોવેલીયર, મલાર્ક, વ્હાઇટ સ્ટોક તેમજ દુર્લભ ગણાતા માર્બલ ટીલ, બ્લેક સ્ટોક, બાર હેડેડ ગુશ સહીતના પક્ષીઓ અરબી સમુદ્રના કિનારે વસેલા અને સુરખાબ શ્વેત નગર તરીકે વિશ્વમાં પ્રસિધ્ધ સાથે ખ્યાતી મેળવેલ અને પોરબંદર શહેર, જીલ્લા તાલુકામાં મહેમાન બન્યા છે. સુભાષનગરની ખાડીમાં અંદાજે ૧૦ દસ હજાર જેટલા ફલેમીંગો, છાંયા ખાડી (રણ)૧૦ દસ હજાર ફલેમીંગો યાને સુરખાબ મહેમાન બની વસવાટ કર્યો છે.

મોટા ભાગના જળપ્લાવીત વિસ્તારોમાં કુંજ પક્ષીની સંખ્યા ખુબ સારી જોવા મળી રહી છે. પક્ષી કુંજનો શિકાર કરતા શિકારી પર બાજ નજર રાખવાની તેમજ તકેદારી રાખવાની શિકાર કરતા જે શખ્સ પકડાઇ તેની સામે કડક શિક્ષાત્મક પગલા લેવા ખાસ વ્યવસ્થા તકેદારી રાખવી જરૂરી છે. જળ પ્લાવીત વિસ્તારોમાં પણ અન્ય મહેમાન પક્ષીઓ શિકારીના શિકારનો ભોગ બને નહી જેથી જળ પ્લાવીત વિસ્તારોમાં કડક બંદોબસ્ત જળવાઇ તકેદારી રખાય તે જરૂરી છે તે માટે વન સંરક્ષણ વિભાગની જવાબદારી રહે છે.  પોરબંદરમાં શરદ ઋતુ શિયાળાની ઋતુ દરમ્યાન આવતા વિદેશી મહેમાન પક્ષીઓમાં કુંજપક્ષીને અહીના ખેતરોમાં વવાતી-ઉગતી મગફળી ખોરાક માટે મળી રહે છે. પરંતુ તેને રક્ષણની જરૂર છે. અવારનવાર આ નિર્દેષ કુંજ પક્ષીઓ શિકાર શિકારી કરે છે. માંસાહાર કરે છે તે અટકાવવા સપ્લાઇ ભરેલ રાઉન્ડ કલોક પેટ્રોલીંગની વ્યવસ્થા કરવી જરૂરી છે. ગોસાબારા વેટલેન્ડ ખાને વન વિભાગ દ્વારા ટેન્ટ મુકી કાયમી થાણુ શરૂ કરાયું છે અને જીલ્લાની દરીયાઇ પટ્ટી પર ફોરેસ્ટની ટીમ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરવામાં આવે તે જરૂરી છે જાણવા મળતી વિગત મુજબ પેટ્રોલીંગ રાઉન્ડ કલોક શરૂ કર્યાનું નાયબ વન સંરક્ષક દિપકભાઇ પંડયા જણાવે છે.

(1:09 pm IST)