સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th January 2022

હળવદ પોલીસનો સપાટો : રેતીચોરી કરતા પાંચ ડમ્પર ઝડપી લીધા

નવનિયુકત પીઆઇ દ્વારા રેતમાફિયાઓને કડક સંદેશો

(દીપક જાની દ્વારા)હળવદ,તા. ૨૫: તાલુકાના ટીકર ગામ નજીક બ્રાહ્મણી નદીમાં ગેરકાયદેસર રેતી ચોરી કરી લઇ જતાં પાંચ ડમ્પર સહિત ૧૫૦ટન રેતી મળી કુલ ૭૫ લાખથી વધુનો મુદ્દામાલ હળવદ પોલીસે ઝડપી લેતા રેતી માફિયાઓ માં દોડધામ મચી જવા પામી છે.બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ પોલીસ મથકમાં મુકાયેલ નવનિયુકત પી.આઈ કે. જે.માથુકિયા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા હળવદ તાલુકાના ટીકર ગામ નજીક નર્મદા કેનાલ પાસે બ્રાહ્મણી નદી માં થી ગેરકાયદેસર રેતી ભરી લઇ જતા પાંચ ડમ્પરને ઝડપી લેવાયા છે.હાલ પોલીસ દ્વારા ૧૫૦ ટન રેતી, પાંચ ડમ્પર સહીત ૭૫ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી લઇ હળવદ પોલીસ મથકે લઈ આવી ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે.

(1:06 pm IST)