સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th January 2022

પૂ.લાલબાપુના આશિર્વાદ લેતા વિવિધ ક્ષેત્રના આગેવાનો-મહાનુભાવો

 રાજકોટઃ પૂ.સંત શ્રી લાલબાપુના આશીર્વાદ મેળવવા હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના સિનિયર જસ્ટિસ શ્રી સંદીપ શર્મા, જાણીતા સર્જન ડો. અપૂર્વ વ્યાસ, વિખ્યાત લોકસાહિત્યકાર શ્રી ભીખુદાનભાઈ ગઢવી , મુન્દ્રાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, જામનગર ક્ષત્રિય અગ્રણી શ્રી સી.આર .જાડેજા, કચ્છ કાઠિયાવાડ રાજપૂત સમાજ એકેડેમીના ડાયરેકટર (રિટાયર્ડ  નાયબ શિક્ષણ સચિવ) ગાંધીનગરના શ્રી અશોકસિંહ પરમાર, અમદાવાદ  આઇ.જી.પી. મયંકસિંહ ચાવડા, પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા બી.જે.પી. પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા તેમજ ગુજરાત સરકાર મુખ્યમંત્રીની સીકયુરીટીના ડીવાયએસપી ગિરીરાજસિંહ જાડેજા અને શ્રી હરદેવસિંહ વાઘેલા (પોલીસ ઇન્સ્પેકટર) પણ આવ્યા હતા. (૪૦.૬)

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૫: મોરબી તાલુકાના ભરતનગર ગામ આસપાસ આવેલ ખેતરોમાં પીવાના પાણીની પાઈપલાઈનની નબળી કામગીરીને પગલે ખેડૂતોને નુકશાન થઇ રહ્યું છે જે મામલે જીલ્લા કલેકટરને રજૂઆત કરાઈ છે.

ભરતનગર ગ્રામ પંચાયત દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વારા બ્રાહ્મણી ૨ થી નવા સાદુળકા સુધી પીવાના પાણીની પાઈપ લાઈન નાખેલ હોય જે નબળી કામગીરીથી ખેડૂતોને નુકશાન થઇ રહ્યું છે ભરતનગર ગામના રેવન્યુ નવા સાદુળકા ખેતરોમાં કેનાલની પેરોલાર કેનાલની જગ્યામાં જે પાઈપ લાઈન નાખવાનું કામ પૂર્ણતાના આરે છે.

નબળી કામગીરીને પગલે પાઈપલાઈન લીકેજ થતા છેલ્લા ચાર દિવસથી પાણી ખેતરોમાં ફરી વળ્યા છે જેથી રવિપાકને નુકશાન જઈ રહ્યું છે અને પાક બળી નાશ પામશે તેવી ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે જેથી તાત્કાલિક ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર હળવદને ધ્યાન પર લેવા અને પાક નુકશાનીનું વળતર આપવા તેમજ સારી કામગીરી કરાય તેવી માંગ કરવામાં આવી છે.

(2:57 pm IST)