સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th January 2022

મોરબીના ભરતનગર ગામ આસપાસ પાણીની પાઈપલાઈન લીકેજથી ખેડૂતોને નુકશાન.

નબળી કામગીરીને પગલે પાણીની લાઈન લીકેજ ખેતરોમાં પાણી ફરી વળતા રવિપાકને નુકશાન.

મોરબી તાલુકાના ભરતનગર ગામ આસપાસ આવેલ ખેતરોમાં પીવાના પાણીની પાઈપ લાઈનની નબળી કામગીરીને પગલે ખેડૂતોને નુકશાન થઇ રહ્યું છે જે મામલે જીલ્લા કલેકટરને રજૂઆત કરાઈ છે
શ્રી ભરતનગર ગ્રામ પંચાયત દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વારા બ્રાહ્મણી ૨ થી નવા સાદુળકા સુધી પીવાના પાણીની પાઈપ લાઈન નાખેલ હોય જે નબળી કામગીરીથી ખેડૂતોને નુકશાન થઇ રહ્યું છે ભરતનગર ગામના રેવન્યુ નવા સાદુળકા ખેતરોમાં કેનાલની પેરોલાર કેનાલની જગ્યામાં જે પાઈપ લાઈન નાખવાનું કામ પૂર્ણતાના આરે છે
નબળી કામગીરીને પગલે પાઈપલાઈન લીકેજ થતા છેલ્લા ચાર દિવસથી પાણી ખેતરોમાં ફરી વળ્યા છે જેથી રવિપાકને નુકશાન જઈ રહ્યું છે અને પાક બળી નાશ પામશે તેવી ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે જેથી તાત્કાલિક ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર હળવદને ધ્યાન પર લેવા અને પાક નુકશાનીનું વળતર આપવા તેમજ સારી કામગીરી કરાય તેવી માંગ કરવામાં આવી છે.

(11:42 am IST)