સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th January 2022

ઉનામાં કારમાં દારૂની ૭ બોટલ લઇ જતો જુનાગઢનો યુવાન ઝડપાયો

ઉના તા. રપ :.. પોલીસે ટાવર ચોક પાસે મોટર કાર સાથે જુનાગઢનાં યુવાન ને ૭ બોટલ ઇંગ્‍લીશ દારૂ ત્‍થા ર લાખ મોટર મળી ર લાખ ૩ હજાર ર૦૦ મુદામાલ સાથે પકડી પાડયો છે.
આગામી પ્રજાસત્તાક દિવસની ઉજવણી શાંતિપૂર્વક ઉજવાય તે માટે જીલ્લા પોલીસ વડાની સુચનાથી પી. આઇ. વિજયસિંહ ચૌધરીની સુચનાથી ટાવર ચોક ઉનામાં પોલીસ કર્મચારી સંદીપભાઇ વલ્લભભાઇ ઝણકાટ ત્‍થા સ્‍ટાફે દેલવાડા તરફથી આવતી મોટર કાર નંબર જી.જે. ૧૯ ડબલએ ૭૦૦૬ વાળી હુનડાઇ કંપનીની મોટર કાર રોકાવી તેના ચાલક રોહીતભાઇ ઉર્ફે પપ્‍પુ ધરશીભાઇ સનવાણી રે. જુનાગઢ વાળાની તપાસ કરતા થેલામાં છૂપાવી લઇ જતો પરપ્રાંતનો ઇગ્‍લીશ દારૂની વ્‍હીસ્‍કીની બોટલ ૭પ૦ મી. એલ. નંગ ૭, રૂા. ૩રર૦ ત્‍થા ર લાખની મોટર કાર મળી રૂા. ર લાખ ૩રર૦ મુદામાલ સાથે પકડી ધરપકડ કરી ગુનો દાખલ કરેલ હતો.

 

(11:35 am IST)