સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th January 2022

જોડિયા શ્રી ગીતા વિદ્યાલયમાં રામાયણ ચોપાઇના અખંડ પાઠનો શનીવારે ૩૦માં વર્ષમાં પ્રવેશ

વાંકાનેર, તા.૨૫: જોડિયાધામઃ જામનગર જિલ્લાના જોડિયાધામમા આવેલ પરમ પૂજય શ્રી વિરાગમુનિજી સ્થાપિત શ્રી રામ કૃષ્ણ સાધના ટ્રસ્ટ - શ્રી ગીતા વિદ્યાલય ખાતે આવેલ 'માનસ મંદિર'માં શ્રી ગીતા વિદ્યાલયના સંસ્થાપક પરમ પૂજય શ્રી વિરાગમુનિજીએ આ પાવન તપોભૂમિ જોડિયાધામમા માનસ મંદિરમા તા.૨૯/૧/૧૯૯૩ ના રોજ પરમ પૂજય શ્રી મોરારીબાપુના શુભ આશીર્વાદથી અખંડ શ્રી રામ ચરિત માનસની ચોપાઈના પાઠ અનુષ્ઠાન એવમ વિશ્વ કલ્યાણ અર્થે હરી પ્રસ્નાતાથે શરૂ કરાવેલ હતા જે આજે જોડિયાધામમા શ્રી ગીતા વિદ્યાલયમા ( ૨૯ વર્ષ થી અંખડ ચોવીસ કલાક) શ્રી રામાયણની ચોપાઈના પાઠ અનુષ્ઠાન જોડિયાધામના ભાવિક ભકતજનો, સાધક ભાવિકો, ગીતા વિધાલય ના બાળકો શ્રદ્ઘા પૂર્વક આ કલિયુગ પર્વમા રામાયણની ચોપાઈનુ ગાન કરીને તન, મન ને શાંતિ મેળવી ધન્યતા અનુભવી રહયા છે.

જે અંખડ પાઠનો શુભ મંગલ પ્રારંભ તા.૨૯ને શનિવાર ના રોજ ( ૩૦મા વર્ષ મા મંગલ પ્રવેશ ) કરશે જે નિમિતે તા.૨૮/૧/૨૨ થી સવારના ૬:૦૦ વાગ્યાથી અંખડ શ્રી રામાયણની ચોપાઈના પાઠ અનુષ્ઠાનની પ્રત્યેક ચોપાઈ દ્વારા હોમાત્મક યજ્ઞ રાખેલ છે જે યજ્ઞ ની પુર્ણાહુતી તા.૨૯/૧/૨૨ ના શનિવાર ના રોજ સાંજના થશે તા.૨૯ મીના અંખડ પાઠ (૩૦મા વર્ષમા પ્રવેશ કરશે ) કોરોના ની મહામારી હોય સરકારની ગાઈડ લાઈન અનુસાર આ કાર્યક્રમ યોજાશે હોમાત્મક યજ્ઞમા શ્રી ગીતા વિદ્યાલય પરિવારના સર્વે સાધક ભાવિક ભકતજનો તેમજ શ્રી ગીતા વિદ્યાલયના બાળકો ભાગ લેશે જે યાદી શ્રી ગીતા વિદ્યાલયના ટ્રષ્ટી વિનુભાઈ ચંદારાણા,  વિનાભાઈ કાનાણી તથા શ્રી ગીતા વિદ્યાલય પરિવાર દ્વારા જણાવેલ છે.

(10:53 am IST)