જુનાગઢમાં લોહાણા મહિલા મંડળ દ્વારા વીર દાદા જશરાજ શૌર્ય દિન નિમિતે ઓનલાઇન એજયુકેશન બાબત સંવાદ સ્પર્ધા યોજાય
જુનાગઢ, તા.૨૫: જુનાગઢમાં લોહાણા મહિલા મંડળ દ્વારા વીર દાદા જશરાજ શૌર્ય દિન નિમિતે ઓનલાઇન એજયુકેશન બાબત સંવાદ સ્પર્ધા યોજાઈ હતી.
પ્રમુખ શ્રી પારૂલબેન સૂચકના જણાવ્યાના અનુસાર અને મોવડી શ્રી મીનાબેન ચગ અને શ્રી ભારતીબેન ઘીયાની સલાહ મુજબ, ગત તા. ૨૪ જાન્યુઆરીના, ફરી વાર કોરોના વધ્યો હોવાથી મેમ્બર બહેનો અને બાળકો માટે ઓનલાઇન એજયુકેશન બાબતે સંવાદના વિડિયોની સ્પર્ધા રાખેલી જેમાં બહેનો અને બાળકોએ ઉત્સાહ થી ભાગ લીધો હતો. ઉપપ્રમુખ શ્રી અલ્પાબેન ઉનડકટ અને શ્રી સાધનાબેન નિર્મળે નિર્ણાયક તરીકે સેવા આપી હતી. સ્પર્ધામાં અનુક્રમે પ્રથમ અમીબેન કોટેચા, ચાંદનીબેન રાજા, પૂજાબેન વસંત તથા મૃદુલાબેન કારીયા વિજેતા થયેલ. આ સાથે પ્રમુખ શ્રી પારૂલ બેન સુચકે જનરલ નોલેજની સુંદર કિવઝ ઓનલાઇન જ રમાડી,સમગ્ર પ્રોગ્રામમાં મંત્રી શ્રી રશ્મિબેનનો સાથ રહ્યો હતો તેમ યાદીમાં જણાવાયું છે.