સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th January 2022

વાંકાનેર માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનું સેન્ટર આપવા રજુઆત કરતા શકીલ પીરઝાદા

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા. ૨૫ : વિસ્તારમાં ચણાનું મોટા પાયે વાવેતર થયેલ છે. વર્ષ ૨૦૨૦-૨૧માં સરકારીશ્રીએ વાંકાનેર તાલુકામાં માર્કેગયાર્ડને ખરીદીનું સેન્ટર શરૂ કરેલ હતું. આ વખતે પણ વાંકાનેર માર્કેટયાર્ડને ચણા ખરીદીનું કેન્દ્ર આપવા માટે માર્કેટયાર્ડના ચેરમેન શકીલ પીરઝાદાએ તા. ૨૨-૧-૨૦૨૦ના રોજ જીલ્લા કલેકટર મોરબી અને નાયબ જીલ્લા મેનેજર જીએસસીએસઅસીએલને લેખીત રજુઆતો કરેલ છે.

હાલમાં ગ્રામ્ય વિસ્તારમાં વી.સી. મારફત ખેડૂતોની નોંધણી થાય છે. જો કે માર્કેટયાર્ડમા સેન્ટર શરૂ કરવામાં આવશે તો માર્કેટયાર્ડ દ્વારા નોંધણી માટે અલગ રૂમની ફાળવણી કરવામાં આવશે. માર્કેટયાર્ડ વાંકાનેરને ચણાનું ખરીદ કેન્દ્ર આપવામાં આવે તો માર્કેટયાર્ડમાં આવતા ખેડૂતોને તેનો લાભ મળશે. નાનામા નાના ખેડૂતોને પોતાની પોતાના માલની ઉંચી કિંમત મળે તે માટે ચણાનું ખરીદી કેન્દ્ર વાંકાનેર માર્કેટયાર્ડમાં શરૂ કરવામાં આવે તેવી રજુઆત કરેલ છે.

(1:29 pm IST)