સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th January 2022

મુન્દ્રા બંદરે ખસખસની આયાતનું કૌભાંડ ઝડપાયું: નાર્કોટિક્સ બ્યુરો દ્વારા ૩.૫ કરોડનો જથ્થો સીઝ

વ્હાઈટ કોલર દાણચોરો સામે કડક પગલાં જરૂરી, આયાત નિકાસમાં ડ્યુટી ચોરી કરી સરકારની તિજોરીને કરોડોનું નુકસાન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ:: વ્હાઈટ કોલર દાણચોરો સરકારની આયાત નિકાસ નીતિનો ગેરલાભ લઈ કરોડો રૂ.ની ડ્યુટી ચોરી કરી દેશને આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે. આવા તત્વો સામે કડક પગલાં ભરવાની જરૂરત છે. મુન્દ્રા બંદરે નાર્કોટિક્સ બ્યુરોએ સી બર્ડ સીએફએસમાં દરોડો પાડી કન્ટેનરમાં એમોનિયમ સલ્ફેટ ના જથ્થા પાછળ છુપાવેલી ખસખસની ૧૦૦૦ બોરી ઝડપી પાડી હતી. ૩.૫ કરોડનો ખસખસનો આ જથ્થો નાર્કોટિક્સ કમિશ્નર ગ્યવાલિયર ની મંજુરી વગર મંગાવાયો હોવાનું અને ૪૦ ટકા જેટલી કસ્ટમ ડ્યૂટીની ચોરી કરાઈ હોવાનું આ મામલાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હજીયે તપાસ ચાલુ છે.

(9:42 am IST)