સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th January 2022

ગોંડલ-ભાવનગરમાં કોરોનાએ ર નો ભોગ લીધોઃ કેસમાં ઉછાળો

રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પોઝીટીવ કેસ વધતા લોકોમાં ચિંતા પ્રસરી

રાજકોટ, તા., ૨૪: રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કોરોના કેસમાં સતત વધારો થતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે. ગોંડલ અને ભાવનગરમાં કોરોનાએ ર નો ભોગ લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.
સતત કેસ વધતા કોરોના ગાઇડ લાઇનનું પાલન થાય તે જરૂરી છે.
ગોંડલ
( જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ગોંડલ શહેર અને પંથકમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના ના કેસ વધી રહ્યા છે રવિવારના શહેર પંથકના ૩૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા જયારે કોરોનાને કારણે એક વૃદ્ધાનું મોત નિપજતા આરોગ્‍ય તંત્ર હરકતમાં આવી ગયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના યોગીનગર ખાતે રહેતા અશ્વિનભાઈ સોલંકીના જેતપુર રહેતા કાકીજી સાસુ મનછાબેન દામોદરદાસ ગુજરાતી (ઉવ. ૭૫) છેલ્લા કેટલાક દિવસ થીᅠ ગોંડલ અશ્રીનભાઇ ને ત્‍યા રોકાવા માટે આવ્‍યા હોય થોડી તબિયત નાદુરસ્‍ત જણાતા શ્રીરામ સાર્વજનિક હોસ્‍પિટલ ખાતે ચેકઅપ માટે પહોંચ્‍યા હતા જયાં તેઓ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગોંડલ સરકારી હોસ્‍પિટલે ખસેડાયા હતા. જયા સારવાર દરમ્‍યાન તેમનું મોત નિપજયું  હતુ.
અશ્વિનભાઈ સોલંકીએ તેમના કાકીજી સાસુ અંગે જણાવ્‍યું હતું કે મનછાબેનને સંતાનમાં સગી બે દીકરીઓ અને ત્રણ ભત્રીજીઓ છે જે બધી સાસરે હોય જેતપુર એકલા રહેતા હતા એટલે થોડા દિવસ પહેલા ગોંડલ રોકાવા માટે આવ્‍યા હતા અને આ દુઃખદ ઘટના બની જતા પરિવાર શોકમગ્ન બન્‍યો હતો મનછાબેન ની એક દીકરી જામનગર અને બીજી દીકરી બિલખા સાસરે છે તેઓને ઘટનાની જાણ કરવામાં આવી છે ત્‍યારબાદ કોવિડ પ્રોટોકોલ મુજબ વૃદ્ધાની અંતિમવિધી કરવામાં આવશે તેવું અંતમાં જણાવ્‍યું હતું.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃભાવનગરમાં કોરોનાની મહામારી એ ફફડાટ ફેલાયો છે. છેલ્લા ચાર દિવસથી કોરોના થી મોતના બનાવો બની રહ્યા છે આજે પણ કોરોના એᅠ એક જિંદગી નો ભોગ લીધો છે. આજે ભાવનગરમાં કોરોના થી એકનું મોત નીપજયું છે અને ૪૨૮ પોઝિટિવ કેસ નોંધાયા છે.
ભાવનગર શહેરમાં આજે કોરોનાના ૩૯૯ કેસ અને ભાવનગર ગ્રામ્‍યમાં ૨૯ કેસ સહિત કુલ ૪૨૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે ભાવનગર શહેરમાં ૩૨૩ દર્દીઓ અને ભાવનગર ગ્રામ્‍ય માં ૫૩ દર્દીઓ સહિત કુલ ૩૭૬ દર્દીઓ કોરોના મુક્‍ત થતાં તેઓને ડિસ્‍ચાર્જ કરવામાં આવ્‍યા છે. આ સાથે ભાવનગરમાં હવે કોરોના ના એક્‍ટિવ દર્દીઓની સંખ્‍યા વધીને ૩૧૪૫ થઈ છે જયારે કોરોનાથી કુલ મૃત્‍યુઆંક વધી ૩૦૯ થવા પામ્‍યો છે.
કચ્‍છ
(વિનોદ ગાલા દ્વારા) કચ્‍છમાં કોરોનાના કેસોની વધઘટ વચ્‍ચે નવા ૧૭પ કેસ નોંધાયા છે. કુલ એકટીવ કેસની સંખ્‍યા વધીને ૧પરપ થઇ છે. જો કે લગભગ ૧૪૦૦ જેટલા દર્દીઓ એટલે કે ૯૦ ટકાથી વધુ દર્દીઓ ઘેર સારવાર લઇ રહયા છે. ભુજમાં કોરોનાના વધતા કેસ ઘટી ગયા છે. જયારે ગાંધીધામ અને હવે અંજારમાં કેસ વધી રહયા છે.
મોરબી
(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબીઃ મોરબી જીલ્લામાં આરોગ્‍ય વિભાગ દ્વારા રવિવારે કુલ ૧૦૦૦ લોકોના કોરોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હતા. જેમાંથી ૧૦૨ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્‍યા છે સામે ૯૦ લોકો સાજા પણ થયા છે. બીજી તરફ જીલ્લામાં હાલ એકટીવ કેસનો આંક ૧૬૯૫ થયો છે.


 

(11:43 am IST)