સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th January 2022

કચ્છના માલધારીઓ વિરુદ્ધ મહારાષ્ટ્રમા કાર્યવાહી બાદ મુક્ત : હજી 58 ઉંટ મુક્ત નહિ કરતા રજૂઆત

પશુઓ કતલખાને લઈ જતા હોવાની આશંકામાં પોલીસે કાર્યવાહી કરી

કચ્છથી ઉંટ લઈ નીકળેલા માલધારીઓ સામે મહારાષ્ટ્રમાં કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં માલધારીઓ સામે અમરાવતી જિલ્લાના તલેગાંવ પોલીસે કાર્યવાહી કરી હતી. તેમજ પશુઓ કતલખાને લઈ જતા હોવાની આશંકામાં પોલીસે કાર્યવાહી કરી હતી. કચ્છના માલધારીઓ વિરુદ્ધ પશુ ક્રૂરતા કાયદા નિવારણ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હોવાની શંકા છે.

આ તમામ માલધારીઓ કચ્છના ટપ્પર,વરનોરા ગામના માલધારીઓ છે જેમની સામે પોલીસે કાર્યવાહી કરી હતી. જો કે આ કાર્યવાહી બાદ માલધારીઓને મુક્ત કરાયા પરંતુ હજી 58 ઉંટ મુક્ત કરવામાં આવ્યા નથી. તેવા સમયે કચ્છના માલધારી સંગઠને અને સાંસદે આ ઉંટને મૂકત કરીને તેમના માલિકોને પરત આપવા માટે રજૂઆત કરી છે. જો કે આ વિવાદ વચ્ચે પશુપાલકો પશુઓ છૂટવાની રાહ જોઇ રહ્યા છે.

(11:43 pm IST)