સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th January 2021

જામનગરમાં 3 પૂર્વ કોર્પોરેટર ભાજપમાં ભળ્યા

સુરેશભાઈ આલરીયા અગાઉ ભાજપમાંથી ચૂંટાયેલા હતા અને પૂર્વ ડેપ્યુટી મેયર હતા

જામનગરમાં શહેર ભાજપ કાર્યાલયે મહાનગરપાલિકાના વોર્ડ નંબર-13ના પૂર્વ કોર્પોરેટર નિર્મલાબેન કામોઠી, વોર્ડ નંબર-9ના પૂર્વ કોર્પોરેટર ભારતીબેન જડિયા,વોર્ડ નંબર-14ના પૂર્વ કોર્પોરેટર સુરેશભાઈ આલરીયા ભાજપમાં આજે વિધિવત પ્રમુખ વિમલભાઈ કગથરાના હસ્તે ખેસ પેરી ભાજપમાં પ્રવેશ કર્યો છે. ત્રણેય પૂર્વ કોર્પોરેટરોને શહેર ભાજપમાં કોઈપણ શરત વગર પ્રવેશ મેળવ્યા હોવાનું પ્રમુખે મીડિયાને જણાવ્યું હતું.અગાઉ ભાજપમાં હતા અને ફરી ભાજપમાં જોડાયા છે.(તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(8:13 pm IST)