સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th January 2021

ધોરાજીમાં નેશનલ વોટસૅ ડે નિમિત્તે શાનદાર રંગોળી બનાવીને ઉજવણી કરવામાં આવી


(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી માં નેશનલ વોટસૅ ડે નિમિત્તે શાનદાર રંગોળી બનાવીને ઉજવણી કરવામાં આવી હતી

  ભારત દેશનાં નાગરીકો ને ઈ.સ. 1950 થી મતદાન કરવાનો અધિકાર મળ્યો હતો જેથી આ દિવસ ને નેશનલ વોટસૅ ડે એટલે કે રાષ્ટ્રીય મતદાન દિવસ તરીકે ઉજવાય છે ચુંટણી પંચ ની સુચના અનુસાર 25 જાન્યુઆરી ને નેશનલ વોટસૅ ડે તરીકે ઉજવવામાં આવે છે જેનાં ભાગ રૂપે આજરોજ ધોરાજી નાં મામલતદાર કચેરી ના ગ્રાઉન્ડ માં મામલતદાર કચેરી માં ફરજ બજાવતા ભરતભાઈ જાગાણી ની દીકરી ફોરમ  તથા જાગાણી પરીવાર દ્વારા એક ખુબ જ સરસ રંગોળી બનાવી હતી જેનો મુખ્ય આશાય એ કે મતદારો માં જાગૃતિ લાવવામાં આવે

  .આ તકે મામલતદાર કે.ટી.જોલાપરા એ જણાવ્યું કે દરેક ચુંટણી સમયે પોતાનો મતાધિકાર નો ઉપયોગ કરે અને મતદાન ફરજીયાત કરે આ 25 મી જાન્યુઆરી નેશનલ વોટસૅ ડે નિમિત્તે રંગોળી બનાવી ઉજવણી કરવામાં આવી હતી આ રંગોળી માં ભારત દેશ નો  રાષ્ટ્ર ધ્વજ તેમજ 1950 મતાધિકાર વર્ષ નો ઉલ્લેખ કરવામાં આવેલ અને આ નેશનલ વોટસૅ ડે નિમિત્તે એવી પણ અપીલ કરી હતી કે ભારત દેશ નાં વિકાસ માટે મત આપવો જરૂરી છે

(7:44 pm IST)