સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th January 2021

ગુજરાતમાં પહેલીવાર ભાવનગર કોર્પોરેશન દ્વારા ઇકો બ્રિક પાર્કનું નિર્માણઃ સિંગલ યુઝ ૩૦ હજાર જેટલી પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરાયો

ભાવનગર: ગુજરાતમાં પહેલીવાર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઇકો બ્રિક પાર્ક આકાર પામી રહ્યો છે. છેલ્લાં એક મહિનામાં ભાવનગરના સફાઇ કામદારો અને નાગરિકો પાસેથી 30000 જેટલી બોટલ એકઠી કરી છે, આ બોટલોમાંથી ભાવનગરના અકવાડા તળાવ ખાતે ઇકો બ્રિક પાર્ક બનાવાની શરૂઆત થઈ ગઇ છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી પાર્ક તૈયાર કરવામાં આવી રહ્યો છે.

 ભાવનગર મહાનગર પાલિકા તેમજ ભાવનગરના જાણીતા નેચર એક્ટિવિસ્ટ અને તબીબ ડો. તેજસ દોશી , BMC એક્ઝિકયૂટીવ એનજીનીર વિજય પંડિત ના માર્ગદર્શન હેઠળ આ પાર્ક બની રહ્યો છે, જેમાં બીએમસીની ટીમ ખૂબ જહેમત ઉઠાવી રહી છે.

 Ecobricks એટલે શું?

- પ્લાસ્ટિકની એક-બે લિટરની બોટલ લેવી.

- ઘરમાંથી નીકળતું Single Use પોલીથીન કે જેને રિસાઈકલિંગ ના કરી શકાય તેને પ્લાસ્ટિકની બોટલમાં ઠુસી ઠુસીને ભરવું.

- એક મહિનાનું ઘરમાંથી નીકળતું પોલીથીન આ બોટલમાં સમાય જશે.

- બ્રાન્ડેડ દૂધની કોથળીઓ નાખવી નહીં કેમ કે તે રિસાયકલ થઈ શકે છે.

- કોહવાઈ શકે તેવા પદાર્થો નાખવા નહીં.

Ecobricks ના ફાયદા

- જમીન, પાણી, હવાનું પ્રદૂષણ અટકે છે.

- અનેક ચો. ફૂટ જમીનમાં પ્રદુષણ ફેલાવતું પ્લાસ્ટિક એક બોટલમાં સમાઈ જાય છે.

- આ પોલીથીન ભરેલી બોટલ ના ઉપયોગ રસ્તા બનાવવા, બગીચા માં, બેસવાના ટેબલ વગેરેમાં અને અનેક રચનાત્મક કાર્યોમાં થઈ શકે.

- સામાન્ય રીતે આવું પોલીથીન સળગાવી દેવામાં આવે છે, જેના લીધે ભયંકર વાયુ પ્રદૂષણ થાય છે, એ પણ અટકે છે.

(5:49 pm IST)