સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th January 2021

બાઈકને હડફેટે લેતા બાઈકચાલક કાર ઉપર પડવા છતા કારના ડ્રાઈવરે ૨ કિ.મી. સુધી કાર ચલાવીઃ ૭૦ વર્ષના વૃદ્ધનું મોત

રાજકોટ-ભાવનગર હાઈ-વે ઉપર વિચિત્ર અકસ્‍માત

તસ્‍વીરમાં ઈજાગ્રસ્‍ત હાલતમાં કાર ઉપર પડેલ બાઈક ચાલક તથા તેનુ બાઈક નજરે પડે છે. (તસ્‍વીરઃ વિજય વસાણી-આટકોટ)

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૨૫ :. રાજકોટ-ભાવનગર હાઈવે ઉપર વિચિત્ર અકસ્‍માતમાં કાર ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા બાઈક ચાલક ઉલળીને કારની ઉપર પડવા છતા કાર ચાલકે ૨ કિ.મી. કાર ચલાવે રાખી હતી. જેમાં ૭૦ વર્ષના વૃદ્ધનું મોત થયુ છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ રાજકોટ-ભાવનગર હાઈ-વે ઉપર આટકોટ-બાબરા વચ્‍ચે મોટરસાયકલ (નં. જીજે ૧-એ ૧૪૩૧) લઈને જઈ રહેલા કોટડાપીઠાના લેઉવા પટેલ જીવાભાઈ જશમતભાઈ ચોવટીયા (ઉ.વ. ૭૦)ને પાછળથી આવી રહેલ કાર (નં. જીજે એચઆર ૭૯૨૨)ના ચાલકે હડફેટે લેતા તેઓ બાઈક ઉપરથી સીધા કાર ઉપર પડયા હતા તેમ છતા કારચાલકે જંગવડથી કોટડાપીઠા સુધી લગભગ ૨ કિ.મી. સુધી કાર ચલાવી રાખી હતી.આ કાર કોટડાપીઠા પહોંચી ત્‍યારે લોકોએ કાર ઉભી રખાવીને કાર ચાલકને ધોલધપાટ કરીને બાઈક ચાલકને ઈજાગ્રસ્‍ત હાલતમાં બાબરા સારવારમાં ખસેડેલ હતા. જ્‍યાં તેનુ મોત થતા અરેરાટી વ્‍યાપી છે.

(4:43 pm IST)