સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th January 2021

સાવરકુંડલાના માનવ મંદિરની મુલાકાતે પૂ.રમેશભાઇ ઓઝા

સાવરકુંડલા : આંતરરાષ્ટ્રીય ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝાએ સાવરકુંડલા નજીક  આવેલ માનવ મંદિરની મુલાકાત લીધી હતી. માનવ મંદિરમાં પૂજ્ય ભકિત બાપુની નિશ્રામાં અત્યારે ૫૫ જેટલી મનોરોગી નિરાધાર મહિલાઓ નિશુલ્ક સારવાર લઈ રહી છે અને પુનર્જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે છેલ્લા આઠ વર્ષથી ચાલી રહેલા આ આશ્રમની મુલાકાતે પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઇજી પધાર્યા હતા અને આશ્રમમાં રહેતી મનોરોગી બહેનો વિશે પૂજ્ય ભકિત બાપુ પાસેથી માહિતી મેળવી હતી ત્યારે કેટલીક મનોરોગી બહેનોએ પૂજ્ય ભાઇજી ને ગીતાના શ્લોક સંભળાવ્યા તો અને ગણેશ અથર્વ નો પાઠ પણ સંભળાયો માનવ મંદિરે પધારેલા પૂજ્ય ભાઇજી નું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતું. માનવ મંદિર ના ભકિત બાપુ તેમજ પી.જી.વી.સી.એલ રાજકોટ ઝોન ના મુખ્ય અધિકારી મલકાન દ્વારા સાલ થી સ્વાગત કરાયું હતું રમેશભાઈ ઓઝા મનોરોગી બહેનોના જીવન કવન વિશે વાત અને માહિતી જાણી કરુણા સભર ભાવવિભોર થયા હતા અને આ સેવાને અઘરી સેવા ગણાવી હતી ત્યારે  માનવ મંદિર આશ્રમમાં રખડતી ભટકતી નિરાધાર મહિલાઓને દાખલ કરવામાં આવે છે તેમજ કોઈ જ્ઞાતિ જાતિ કે પ્રાંતવાદ નહીં રાષ્ટ્રનો ધર્મ અપનાવી ભકિત બાપુ મહિલાઓની સેવા કરી રહ્યા છે .અત્યાર સુધીમાં ૮૫ જેટલી મહિલાઓ પોતાનું પુનઃ પુનર્જીવન પ્રાપ્ત કર્યું છે. (તસ્વીર : અહેવાલ : ઇકબાલ ગોરી : સાવરકુંડલા)

 

(1:37 pm IST)