સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th January 2021

જામનગરમાં જૂની અદાવતનો ખાર રાખી બે જુથો વચ્ચે અથડામણ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૫: સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં દેવાણંદભાઈ પુંજાભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, યાદવનગર શેરી નં.–૧, મહાદેવનગર રોડ, જામનગરમાં આરોપીઓ દેવાણંદભાઈ વારોતરીયા, અશ્વિનભાઈ દેવાણંદભાઈ વારોતરીયા, પ્રવિણ દેવાણંદભાઈ વારોતરીયા, કરણાભાઈ દેવરખીભાઈ વારોતરીયા, રે.જામનગરવાળાએ ફરીયાદી દેવાણંદભાઈ પંુજાભાઈ ગાગીયા તથા સાહેદોને અજાણ્યો માણસ સુતો હોય તેને ઉઠાડવા તેના પર પાણી છાંટવા બાબતે તેમજ જૂની અદાવતનો ખાર રાખી જેમ–ફાવે તેમ ગાળો બોલી લાકડાના ધોકા તેમજ લોખંડના પાઈપ વડે ફરીયાદી દેવાણંદભાઈ પુંજાભાઈ ગાગીયા તથા સાહેદ રાજુભાઈના માથાના ભાગે ઈજાઓ કરી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જામનગર : સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કરણાભાઈ દેવરખીભાઈ વારોતરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, આરોપીઓ દેવાણંદભાઈ ગાગીયા, રાજુભાઈ દેવાણંદભાઈ ગાગીયા, ગોવિંદભાઈ દેવાણંદભાઈ ગાગીયા,  રે. જામનગરવાળા યાદવનગર શેરી નં.–૧, મહાદેવનગર રોડ, જામનગરમાં અજાણ્યો માણસ સુતો હોય તેને ઉઠાડવા તેના પર પાણી છાંટવા બાબતે જેમ–ફાવે તેમ ગાળો બોલી લાકડાના ધોકા વડે ફરીયાદી કરણાભાઈના માથાના ભાગે તથા સાહેદોને મુંઢ ઈજાઓ કરી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

મોટરસાયકલ ચાલક મહિલાએ બાળકને હડફેટે લેતા ઈજા

સીટી બી પોલીસ સ્ટેશનમાં મીનાબેન રાજેશભાઈ ભગવાનજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગર– રાજકોટ હાઈવે રીલાયન્સ પેટ્રોલપંપનો ઢાળીયો આદીત્યપાર્ક મુકેશભાઈ ભટ્ટના મકાનવાળી ગલીમાં ફરીયાદી મીનાબેનના ભાઈના દિકરા પૃથ્વીરાજ ઉ.વ.૬ વાળો ગલીમાં રમતો હોય તે દરમ્યાન આરોપી એકસેસ મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦–ડી.ડી.–૮૮રપ ના ચાલક લેડીસ એ પોતાની એકસેસ મોટરસાયકલ બેફીકરાઈથી ચલાવી પૃથ્વીરાજને હડફેટે લઈ શરીરે ચહેરાના ભાગે ડાબી બાજુ આંખની પાસે છોલછાલ કરી પોતાનું મોટરસાયકલ એકસેસ મુકી નાશી જઈ ગુનો કરેલ છે.

સાસરીયા દ્વારા પરણિતાને ત્રાસ

મહિલા પોલીસ સ્ટેશનમાં ભાવનાબેન વિનોદભાઈ બડધા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૭–૧ર–ર૦૧ર ના પાંચેક વર્ષ બાદથી આજદીન સુધી અવાર–નવાર પતિ વિનોદભાઈ ભીમજી બડઘા, સાસુ જયાબેન ભીમજીભાઈ બડઘા, નણંદ ભારતી ભીમજીભાઈ બડઘા, નણંદ બીંદુ ભીમજીભાઈ બડઘા, રે. મોરબીવાળા ફરીયાદી ભાવનાબેનના લગ્નજીવન દરમ્યાન અવાર–નવાર નાની નાની  વાતોમાં ઝઘડાઓ કરી ગંદી ગાળો બોલી ઘરકામકાજ બાબતે મેણાટોણા મારી તથા ફરીયાદી ભાવનાબેનને શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે

 

(1:35 pm IST)