સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th January 2021

વાંકાનેરના માટેલ રોડ પરથી બોગસ ડોકટર ઝડપાયો

મોરબી,તા.૨૫ : મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી એસઓજી પીઆઈ જે એમના માર્ગદર્શન હેઠળની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પ્રાથમિક હેલ્થ સેન્ટર ઢુવાના ઇન્ચાર્જ મેડીકલ ઓફિસરને સાથે રાખી વાંકાનેર તાલુકાના માટેલ રોડ અમરધામ ચોકડી પાસે પ્રયાગ ચેમ્બરમાં પટેલ કલીનીક દવાખાનામાં તપાસ કરતા કોઈપણ ડીગ્રી વગર આરોપી પ્રવીણ મનસુખ વઘાસીયા રહે ઉમા ટાઉનશીપ સત્યમ હાઈટ એ બ્લોક નં ૪૦૨ મોરબી-૨ વાળો પટેલ કલીનીક નામનું દવાખાનું ચલાવી મેડીકલ પ્રેકટીસ કરતો હોય જે બોગસ ડોકટરને એસઓજી ટીમે દબોચી લઈને કલીનીકમાંથી દવા અને સાધનો સહિત રૂ ૧૫,૬૫૫ ની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો છે  જે કામગીરીમાં એસઓજી પીઆઈ જે એમ આલની ટીમના કિશોરભાઈ મકવાણા, રસિકભાઈ કડીવાર, જયપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા, સતીશભાઈ ગરચર અને યોગેશદાન ગઢવી સહિતની ટીમ જોડાયેલ હતી.

(1:47 pm IST)