સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th January 2021

સૌરાષ્ટ્ર-કચ્છ ટાઢાબોળઃ ગિરનાર ર.૮, નલીયા ૪.૧ ડીગ્રી

જુનાગઢ ૭.૮, જામનગર ૮.પ, કેશોદ-૮.૮, રાજકોટ ૧૦.૬ ડીગ્રી લઘુતમ તાપમાનઃ ફરી ઠંડીનો રાઉન્ડ

રાજકોટ તા. ૨૫ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં કાલે સાંજથી ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થતાં આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છ ટાઢાબોળ થઇ ગયા છે. આજે સવારે સૌથી વધુ ઠંડી ગિરનાર પર્વત ઉપર ૨.૮ ડિગ્રી, નલીયામાં ૪.૧ ડિગ્રી નોંધાઇ છે.

આ ઉપરાંત જુનાગઢમાં ૭.૮ ડિગ્રી, જામનગર ૮.૫, કેશોદ ૮.૮, રાજકોટમાં ૧૦.૬ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.

જુનાગઢ

(વિનુ જોષી) જૂનાગઢ : સાઇકલોનિક સરકયુલેશનની અસર ઘટના આજે ગિરનાર ખાતે રેકોર્ડ બ્રેક ૨.૮ ડિગ્રી કાતિલ ઠંડી નોંધાતા સમગ્ર પર્વત વિસ્તારમાં હિમાલયની અનુભૂતિ થઇ હતી.

આજે ૭.૮ ડિગ્રી તીવ્ર ઠંડીથી જૂનાગઢ સહિતના વિસ્તારો ઠુઠવાય ગયા છે અને જનજીવનને વિપરીત અસર થઇ છે.

ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં હિમાલયમાંથી ફુંકાતા ઠંડા પવનને કારણે ફરી એકવાર સોરઠ સહિત વિસ્તારોમાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે. ગઇકાલે રજા દિવસ રવિવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન ૧૨.૮ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે પારો પાંચ ડિગ્રી નીચે ઉતરીને ૭.૮ ડિગ્રીએ સ્થિર થયો હતો. જેના પરિણામે સમગ્ર જૂનાગઢ વિસ્તાર કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયો હતો.  જૂનાગઢના ગિરનાર પર્વત પર આજનું લઘુત્તમ તાપમાન ૨.૮ ડિગ્રી નોંધાતા તિર્થ ક્ષેત્રના સંતો, સેવકો, પ્રવાસીઓ અને ધંધાર્થીઓ વગેરે ભારે મુશ્કેલીમાં મુકાય ગયા હતા. આજની હાડ થીજાવતી ઠંડીને લઇ ગિરનાર પર પાણી બરફ જેવું થઇ ગયું હતું અને હિમાલયની અનુભૂતિ થઇ હતી.  સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા રહેતા ગાઢ ધુમ્મસનું પણ આક્રમણ થયું હતું. જેનાથી ઠંડીની અસર બેવડાઇ હતી. સવારના પવનની પ્રતિ કલાકની ઝડપ ૫.૨ કિમીની રહી હતી.

જામનગર

આજનું હવામાન ૨૭ મહત્તમ, ૮.૫ લઘુત્તમ, ૬૨ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૪.૭ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.(૨૧.૧૫)

કયાં કેટલી ઠંડી

શહેર         

લઘુત્તમ તાપમાન

ડિગ્રી

અમદાવાદ

૧૨.૪

,,

ડીસા

૯.૦

,,

વડોદરા

૧૩.૦

,,

સુરત

૧૪.૭

,,

રાજકોટ

૧૦.૬

,,

કેશોદ

૮.૮

,,

ભાવનગર

૧૧.૭

,,

પોરબંદર

૧૧.૨

,,

વેરાવળ

૧૫.૦

,,

દ્વારકા

૧૩.૨

,,

ઓખા

૧૭.૮

,,

ભુજ

૧૦.૬

,,

નલીયા

૪.૧

,,

સુરેન્દ્રનગર

૧૧.૬

,,

ન્યુ કંડલા

૧૧.૦

,,

કંડલા એરપોર્ટ

૭.૬

,,

અમરેલી

૧૦.૪

,,

ગાંધીનગર

૮.૦

,,

મહુવા

૯.૧

,,

દિવ

૧૨.૫

,,

વલસાડ

૧૦.૫

,,

વલ્લભ વિદ્યાનગર

૧૪.૦

,,

ગિરનાર પર્વત

૨.૮

,,

જામનગર

૮.૫

,,

જુનાગઢ

૭.૮

,,

(12:56 pm IST)