સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th January 2021

જામનગરમાં ચોરાઉ દાગીના વેંચવા જતા ઝડપાઇ ગયો

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા.,રપઃ આઠેક દિવસ પહેલા ફરીયાદી દીપકભાઇ રમેશભાઇ વિઠલાણી રહે. બર્ધન ચોક, સંઘાડીયા બજાર, ધાચાશેરી જામનગર વાળાના મકાનમાંથી સોનાની વીટી-૧ કિ. રૂા. ર૦,૦૦૦ની ઘરફોડ ચોરીનો બનાવ બનેલ હતો જે ચોરીનો ગુન્હો વણશોધાયેલ હતો.

પોલીસ વડા દીપન ભદ્રન સુચના તથા એલસીબીના પો.ઇન્સ. કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલસીબીના પો.સ.ઇ. આર.બી.ગોંજીયા તથા પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.

આ દરમ્યાન સ્ટાફના ફિરોઝભાઇ દલ તથા વનરાજભાઇ મકવાણાને હકીકત મળેલ કે જામનગર ચાંદી બજારમાં મુરલીધર ઝવેલર્સની દુકાન પાસે એક ઇસમ ચોરીના સોનાના દાગીના વેચવા માટે આવેલ છે. જે આધારે આબીદ યુસુફભાઇ મતવા રહે.ખોજા નાકે, લાલખાણ, જામનગર વાળાને પકડી પાડી મજકુરના કબજામાંથી સોનાની વિટી-૧ કિ. રૂા.ર૦,૦૦૦ની મળી આવતા જે જામ સીટી એ ડીવી.પો. સ્ટે. ગુ.ર.નં. ૧૧ર૦ર૦૦૮ ર૧૦૧૮૦/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૪પ૪,૩૮૦ના ગુન્હાના કામે કબજે કરી મજકુર આરોપી વિરૂધ્ધ એ.એસ.આઇ. માંડણભાઇ વસરાએ કાયદેસર કાર્યવાહી કરી. મજકુર આરોપીને જામ સીટી એ ડીવી. પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.

આ કાર્યવાહી એલસીબી સ્ટાફના સંજયસિંહ વાળા, અશ્વીનભાઇ ગંધા, હરપાલસિંહ સોંઢા, ભગીરથસિંહ સરવૈયા, રઘુવીરસિંહ પરમાર, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, યશપાલસિંહ જાડેજા, દિલીપ તલવાડીયા, હરદીપભાઇ ધાંધલ, હીરેનભાઇ વરણવા, પ્રતાપ ભાઇ ખાચર, ધાનાભાઇ મોરી, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, એ.બી.જાડેજા તથા અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

 

(12:55 pm IST)