સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th January 2021

માળીયા કોલ સેન્ટર પ્રકરણમાં ૩ આરોપીના રિમાન્ડ મંજૂર, અન્ય જેલ હવાલે

મોરબી,તા.૨૫ :માળિયાના મોટી બરાર નજીક ગેરકાયદેસર કોલ સેન્ટર પર માળિયા પોલીસે દરોડો કરીને નવ ઇસમોને દબોચી લીધા હતા જે આરોપીને કોર્ટમાં રજુ કરતા ત્રણ આરોપીના રિમાન્ડ મંજુર કર્યા છે તો અન્ય છને જેલહવાલે કરવામાં આવ્યા છે

યુકેના નાગરિકોને કોલ કરીને નાણા ખંખેરતા કોલ સેન્ટર પર માળિયા પોલીસે દરોડો કરી આરોપી વિકાસ સુરેન્દ્ર ત્યાગી, મીરેશ જયેશ શાહ, જીતું સબાસ્ટીન જ્યોર્જ, નરેન્દ્રસિંગ રાઠોડ, ઉમેશ હરેશકુમાર હીરાનંદાની, રાજેશ રૂબન ટોપનો, આકાશ યશવંતકુમાર રાવલ, કૌશલ કિરીટભાઈ પટેલ અને રીમાબેન દિનેશકુમાર સોલંકી એમ નવ ઇસમોને ઝડપી લીધા હતા તેમજ સ્થળ પરથી મોબાઈલ, લેપટોપ સહિતનો મુદામાલ મળી આવ્યો હતો માળિયા પોલીસ ટીમે આરોપીને દબોચી લઈને મોબાઈલ, લેપટોપ, સહીત ૧.૭૬ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો જે ઝડપાયેલા આરોપીને આજે કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવ્યા હતા જેમાં આરોપી વિકાસ સુરેન્દ્ર ત્યાગી, મીરેશ જયેશ શાહ અને જીતું સબાસ્ટીન જ્યોર્જ એમ ત્રણ ઇસમોના કોર્ટે તા. ૨૭ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે તો અન્ય છ આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા છે

(12:52 pm IST)