સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th January 2021

દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપ દ્વારા સ્થાનિક નિરીક્ષકોની પ્રશિક્ષણ બેઠક

મીઠાપુર તા.રપ : ભારતીય જનતા પાર્ટી દેવભૂમિ દ્વારા જીલ્લા દ્વારા ચૂંટણી ઇન્ચાર્જ અને દેવભૂમિ દ્વારકા જીલ્લા પ્રભારી લીંબડીના ધારાસભ્ય માનનીય કિરિટસિંહ રાણાની ઉપસ્થિતીમાં જીલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને સ્થાનિક નીરીક્ષકોની પ્રશિક્ષણ બેઠ બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ચૂંટણી ઇન્ચાર્જ સહદેવસિંહ પબુભા માણેક, પાલાભાઇ કરમુર જીલ્લા મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, મયુરભાઇ ગઢવી, કિરીટભાઇ ખેતીયા, દિનેશભાઇ દત્તાણી, જીતુભાઇ જોશી, વીરપાલભાઇ ગઢવી તેમજ તાલુકા મંડળના પ્રમુખઓ, વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર-અહેવાલ દિવ્યેશ જટણીયા-મીઠાપુર)

(12:51 pm IST)