સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th January 2021

ભાવનગરમાં પર બેઠક માટે ભાજપમાંથી ૭૦૦ એ ટિકિટ માંગી

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૫: મહાનગરપાલિકાની ચુંટણી થવાની છે જેમાં મ્યુ . કોર્પો.માં ૧૩ વોર્ડમાં ૫૨ બેઠકોની ચૂંટણી થવાની છે તે માટે ઉમેદવારી માટે ભાજપમાંથી ટિકિટવાંચ્છુઓનો રાફડો ફાટ્યો છે .

ગઈકાલે ઉમેદવારો પોતાના સહાયકો પ્ર કાર્યકરો સાથે અકવાડા ગુરૂકુળ ખાતેના મેદાનમાં ઉમટ્યા હતા .  મહાનગર પાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારનો સેન્સ લેવા માટે સવારથી જ કાર્યવાહી શરૂ થઇ હતી. આ માટે ત્રણ ઝોન પાડવામાં આવ્યાં હતા. જેમાં રૂવાપરી ઝોન , ગૌરીશંકર ઝોન અને તખેશ્વર ઝોનનો સમાવેશ થતો હતો. રૂવાપરી ઝોન માટે જયંતિભાઇ કવાડીયા, હસમુખભાઇ હિંડોચા અને બિનાબહેન આચાર્યએ કાર્યકરોને સાંભળ્યા હતા . જ્યારે તખેશ્વર ઝોનમાં ભરતભાઇ કાનાબાર,  ડો.દર્શીતાબહેન શાહ , હરિભાઇ પટેલે ઉમેદવારોને સાંભળ્યા હતા . ગૌરીશંકર ઝોનમાં ઝવેરીભાઇ ઠકરાર , જૈમનભાઇ ઉપાધ્યાય અને અમીબહેન પરીખે પણ ટિકિટવાંછુઓ અને કાર્યકરોને સાંભળ્યા હતા. ૫૨ બેઠકો માટે ૭૦૦ દાવેદારો થતાં ભાજપ કોને ટિકિટ આપશે તે અંગે ચર્ચા જાગી છે.

(12:17 pm IST)