સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th January 2021

માધાપુરનો ફરાર આરોપી ઝડપાયો

પ્રભાસપાટણઃ ગીર-સોમનાથ જીલ્લા એસ.ઓ.જી.પોલીસ ટીમ તાલાલા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે ઉના પોલીસ સ્ટેશનના ગુન્હા રજીસ્ટર નંબર ૧૩૭/ર૦૦૯ ના ગુન્હાનો નાસતો ફરતો આરોપી કનુભાઇ ઉર્ફે કરણ બોઘા સોલંકી દેવીપુજક (ઉ.ર૬) ધંધો મજુરી રે. દુધાળા તા.ઉના હાલ રે. માધવપુરને બસ સ્ટેન્ડ પાસેથી શંકાને આધારે ઝડપી ખરાઇ કરેલ છે આઇપીસી ૩૭૬, ૩ર૩, ૧૧૪ ગુન્હા બાબત નાસતો હોઇ તેને અટક કરી જરૂરી કાર્યવાહી કરવા તાલાલા પોલીસ હવાલે કરેલ છે. આ સમગ્ર સફળ કામગીરીમાં એ.એસ.આઇ.વી.એ. બોરખતરીયા, એન.કે. ગોહિલ, જી.બી.વંશ, એન.ડી.ચાવડા, પોલીસ હેડકોન્સ. નરેન્દ્રભાઇ કછોટ, સુભાષભાઇ ચાવડા, પો.કોન્સ. મેહુલસિંગ પરમારે પેટ્રોલીંગમાં હતા ત્યારે કામગીરી બજાવેલ છે.

(12:15 pm IST)