સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th January 2021

ગીર સોમનાથની દિકરીએ મેડલોનો કર્યો ઢગલો : સમગ્ર પંથકનું નામ કર્યુ રોશન

ગીર સોમનાથ, તા. રપ : જિલ્લાના પેઢવાડા ગામની ગરીબ પરિવારની દીકરીએ જુડોમાં ગોલ્ડ મેડલ જીતીને પરિવારનું નામ રોશ કર્યું છે. દેશમાં યોજાતી ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. પેઢાવાડા ગામમાં જ્યાં ભુપતભાઇ નામના વ્યકિત રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. બે દીકરી, એક દિકરો અને પતિ પત્ની આમ કુલ પાંચ લોકોનો આ પરિવાર માત્ર ભુપતભાઇની રીક્ષા પર જ નિર્ભર છે.

જો કે ભુપતભાઇના પરિવારીને કલ્પના પણ નહોતી કે એક દસમાં ધોરણમાં ભણતી દિકરી જુડો ક્ષેત્રે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમનું પોતાનું નામ ગીર સોમનાથ સહિતનાં જિલ્લાઓમાં રોશન કર્યું છે. સરકારે જુડો ચેમ્પિયન સોનલ ડોડિયાની કુશળતા પિછાણી અને અભ્યાસ અને જુડોની તાલીમનો પૂરો ખર્ચ ઉપાડી લીધ છે. આ દીકરીએ સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, નાનકડા ગામની આ દિકરીએ જુડોની અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. આ ઉપરાંત ખેલો ઇન્ડિયા સ્પર્ધા ૨૦૧૯, નેશનલ ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. પ્રથમ વખત જુડોમાં આ છોકરીની પસંદગી રાજકોટ ખાતે થઇ હતી. તેનું નડિયાદ એકેડેમી ખાતે એડમિશન મેળવ્યું હતું. એકેડેમીમાં સખત મહેનત કરી ખેલો ઇન્ડિયામાં ગોલ્ડ પ્રાપ્ત કર્યો હતો. અત્યાર સુધીમાં ત૬ ગોલ્ડ મેડલ, બ્રોન્ઝ અને સિલવર સહિત કુલ ૧૯ મેડલ પ્રાપ્ત કરી ચુકી છે.

(12:14 pm IST)