સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th January 2021

કોડીનાર છારા ગામે જમીનમાં ચાલવાના મુદ્દે સીમર પોર્ટના સાઈટ ઈજનેર ઉપર હુમલો

કોડીનાર, તા.૨પઃ તાલુકાના છારા ગામે જમીનમાં ચાલવા જેવા નજીવા મુદ્દે છારા ગામના ચાર શખ્સોએ સીમર પોર્ટ કંપનીના સાઈટ ઈજનેર ઉપર હુમલો કર્યાની ફરીયાદ નોંધાઇ છે. વિગત મુજબ સીમર પોર્ટમાં સાઈટ ઈજનેર તરીકે કામ કરતા અશોકકુમાર જવાહરપ્રસાદ વર્મા તેમના કર્મચારીઓ સાથે છારા ગામે સીમર પોર્ટની સાઈટ ઉપર હતા,ત્યારે કામ પતાવી બીજી સાઈટ ઉપર જતા હતા તે દરમિયાન છારા ગામના ભવદીપ ધીરુભાઈ ચંદેરા એ હાથમાં લોખંડ ના સળીયા સાથે આવી તું અહીંયા થી શુ કામ નીકળે છે,તેમ કહેતા અશોકકુમાર વર્માએ આ જમીન કંપનીની હોય અમે અહીં થી જ નીકળીયે ને તેમ કેહતા ભવદીપે ગાળો આપતા ગાળો બોલવાની ના પાડતા ભવદીપ ધીરુ ચંદેરા અને જાદવ રામભાઇ ચંદેરા,રમેશ જાદવ ચંદેરા અને પંકજ જાદવ ચંદેરા એ એક સંપ કરી અશોકકુમાર ને માથાના ભાગે લોખંડ નો પાઇપ મારી તેમજ શેરડીનો સાંઠા અને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી કંપનીની ફોર વ્હીલના કાચમાં તિરાડ પાડતા આ અંગે અશોકકુમાર વર્માએ ઉપરોકત ચારેય શખ્સો વિરુદ્ઘ કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(12:10 pm IST)